miss universe india 2021 1633054505

Miss Universe india 2021: મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી- વાંચો વિગત

Miss Universe india 2021: મિસ યુનિવર્સ ઇન્ડિયા વિજેતા હરનાઝ સંધૂ હવે ઇઝરાયેલમાં યોજાનારી મિસ યુનિવર્સ બ્યુટી પેઝન્ટ 70 મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

મનોરંજન ડેસ્ક, 01 ઓક્ટોબરઃMiss Universe india 2021: ચંદીગઢની હરનાઝ સંધૂને મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021 નો તાજ પહેરાવવામાં આવ્યો છે. ઉપરાંત 30 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા એક ભવ્ય સમારોહમાં મિસ દિવા સુપ્રાનેશનલ વિજેતાનુ બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મિસ યુનિવર્સ ઇન્ડિયા વિજેતા હરનાઝ સંધૂ હવે ઇઝરાયેલમાં યોજાનારી મિસ યુનિવર્સ બ્યુટી પેઝન્ટ (Miss Universe Beauty Pageant) 70 મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ પણ વાંચોઃ Swachh bharat mission 2.0: PM મોદીએ લોન્ચ કરી બે મોટી યોજનાઓ, આખો દેશ થશે ‘કચરા મુક્ત’

જ્યારે હરનાઝ સંધૂએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2021નો ખિતાબ પોતાના નામ કર્યો છે,જ્યારે પુણેની રિતિકા ખટનાનીને મિસ દિવા સુપ્રાનેશનલ 2022 નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે, રિતિકા ખટનાની મિસ સુપ્રેનેશનલ પેઝન્ટની 13 મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરાંત જયપુરની સોનલ કુકરેજાને LIVA મિસ દિવા ફર્સ્ટ રનર જાહેર કરવામાં આવી હતી.

કોવિડ 19 સુરક્ષા માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આ બ્યુટી પેઝન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફેશન ઉદ્યોગ અને બોલિવૂડના લોકપ્રિય અભિનેતાઓની હાજરીમાં સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ યોજવામાં આવી હતી. મલાઈકા અરોરાએ (Malaika Arora)પણ રેડ કાર્પેટ પર પરફોર્મ કરીને સ્ટેજ પર ચાર ચાંદ લગાવ્યા હતા.ટોપ 20 ફાઈનલિસ્ટના કપડા ફેશન ડિઝાઇનર અભિષેક શર્માએ ડિઝાઇન કર્યા હતા.

આ બ્યુટી પેઝન્ટમાં ફિલ્મ નિર્માતા અશ્વિની ઐયર તિવારી, સિંગર કનિકા કપૂર, વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયન પંકજ અડવાણી, ડિઝાઇનર્સ અભિષેક શર્મા, (Abhishek Sharma) શિવન ભાટિયા અને નરેશ કુકરેજા, તેમજ અભિનેતા અંગદ બેદી પણ હાજર રહ્યા હતા.ઉપરાંત આ કાર્યક્રમમાં મલાઇકા અરોરા સિવાય, સુકૃતિ અને પ્રકૃતિએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

આ પણ વાંચોઃ Rain update: શાહિન વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં હજી અતિભારે વરસાદની શક્યતા- વાંચો વિગત

Whatsapp Join Banner Guj