Pm Modi 600x337 1

Swachh bharat mission 2.0: PM મોદીએ લોન્ચ કરી બે મોટી યોજનાઓ, આખો દેશ થશે ‘કચરા મુક્ત’

Swachh bharat mission 2.0: બીજા તબક્કામાં સુવિધાઓના સુધારા પર, તમામ લૈંડફિલને ફરી પ્રાપ્ત કરવા અને નગરપાલિકાના ઠોસ કચરાની પ્રક્રિયાને વર્તમાન 70 ટકાથી ઘટાડીને 100 ટકા કરવાનુ લક્ષ્ય પણ બનાવ્યુ છે

નવી દિલ્હી, 01 ઓક્ટોબરઃ Swachh bharat mission 2.0: એસબીએમ-યુનો પ્રથમ તબક્કામાં શૌચાલયોનુ નિર્માણ અને શહેરોને ખુલ્લામાં શૌચમુક્ત (ODF) બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામં આવ્યુ છે, પરંતુ તેના બીજા તબક્કામાં સુવિધાઓના સુધારા પર, તમામ લૈંડફિલને ફરી પ્રાપ્ત કરવા અને નગરપાલિકાના ઠોસ કચરાની પ્રક્રિયાને વર્તમાન 70 ટકાથી ઘટાડીને 100 ટકા કરવાનુ લક્ષ્ય પણ બનાવ્યુ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ’સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0′ અને ‘અમૃત 2.0’ (Swachh bharat mission 2.0) લોન્ચ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, બાબાસાહેબ શહેરી વિકાસમાં અસમાનતાને દૂર કરવા માટે એક મહાન માધ્યમ તરીકે માનતા હતા. વધુ સારા જીવનની આકાંક્ષામાં ગામડાઓમાંથી ઘણા લોકો શહેરોમાં આવે છે. ગામડાઓમાં પણ તેમનું જીવન ધોરણ મુશ્કેલ સ્થિતિમાં રહે છે. આ તેમના પર બેવડા ઝટકા સમાન છે. એક, ઘરથી દૂર, અને ઉપરથી આવી પરિસ્થિતિમાં રહેવું. આ પરિસ્થિતિ બદલવા પર, બાબાસાહેબે આ અસમાનતા દૂર કરવા પર ખૂબ ભાર મૂક્યો હતો. સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગળનો તબક્કો પણ બાબાસાહેબના સપના પૂરા કરવાની દિશામાં મહત્વનું પગલું છે

આ પણ વાંચોઃ Rain update: શાહિન વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં હજી અતિભારે વરસાદની શક્યતા- વાંચો વિગત

સ્વચ્છ ભારત મિશન-અર્બન મિશન અને અટલ મિશન ફોર રીન્યુઅલ એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) નો બીજો તબક્કો દેશના તમામ શહેરોને ‘વેસ્ટ ફ્રી’ અને ‘વોટર સેફ’ બનાવવાની આકાંક્ષાને સાકાર કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન-શહેરી બીજા ચરણ (સીબીએમ-યુ) નો ઉદ્દેશ સુવિધાઓમાં સુધારો કરવાનો છે અને મ્યુનિસિપલ સંસ્થાઓને ઘન કચરાની પ્રક્રિયાને વર્તમાન 70 ટકાથી વધારીને 100 ટકા કરવાની મંજૂરી છે. આ કાર્યક્રમ(Swachh bharat mission 2.0)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી અને રાજ્યમંત્રી તેમજ અન્ય રાજ્યોના શહેરી વિકાસ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા

Whatsapp Join Banner Guj