kids 2

Happy news: ગંભીર હાલતમાં અને એક સાથે જન્મેલા ત્રણ બાળકોને સ્વસ્થ કરી વિદાય આપી ત્યારે સર્જાયા ભાવસભર દૃશ્યો

Happy news: સરકારી હોસ્પિટલ: ઉત્તમ સેવા ગોત્રી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં આવ્યો જાણે કે આનંદનો અવસર


વડોદરા, ૦૧ ઓક્ટોબર: Happy news: સરકારી હોસ્પિટલમાં લગભગ વિના મૂલ્યે ઉમદા સારવાર ઉપલબ્ધ છે એ વાત ફરી એકવાર જી. એમ. ઈ. આર. એસ.હોસ્પિટલ,ગોત્રીના બાળ સારવાર વિભાગે પુરવાર કરી છે. કોરોના કાળમાં પણ આ હોસ્પિટલે શ્રેષ્ઠ ગણાય તેવી સેવાઓ અવિરત પૂરી પાડી અને તે પછી મ્યુકરના પીડિતોની પણ ઉમદા સારવાર કરવામાં આવી જે ઉલ્લેખનીય છે.

બાળ સારવાર વિભાગમાં આજે જાણે કે આનંદનો અવસર આવ્યો હોય તેમ ચારે કોર આનંદની લહેર ફરી વળી હતી. તબીબો અને સ્ટાફ એ અન્ય ના સુખે સુખી અને બીજાના દુખે દુઃખી થનારો સંવેદનશીલ સમુદાય છે.બાળ સારવાર વિભાગમાં આજે એક મહિનાની સઘન સારવાર પછી સાજા અને સ્વસ્થ થઈને વિદાય થયેલા,એક સાથે જન્મેલા ત્રણ નવજાત શિશુઓ અને તેમની માતાને નવજીવન આપવાનો હરખ હતો.

Happy news, Gotri hospital

છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં એક માતાની કૂખે જન્મેલા બે ભાઈ અને એક બહેનને ગંભીર ગણાય તેવી હાલતમાં જન્મના ચોથા દિવસે અમારા વિભાગમાં સઘન સારવાર માટે લાવવામાં આવ્યા હતા એવી જાણકારી આપતાં રેસીડેન્ટ તબીબ ડો. મૌસમે જણાવ્યું કે,આ બાળકો ૩૨ સપ્તાહ એટલે કે ૮ મહિને,અધૂરાં માસે જન્મ્યા હતા.ત્રણ પૈકી એકનું વજન ૧.૩૦૦ બીજાનું માત્ર ૯૦૦ અને ત્રીજાનું ૧.૧૦૦ ગ્રામ હતું જે ખૂબ જ ઓછું ગણાય. ૯૦૦ ગ્રામ વજનવાળું બાળક સૌ થી ઓછું વજન હોવા છતાં સૌ થી સ્વસ્થ હતું.એને ત્રણ દિવસ ઓક્સિજન આપ્યા પછી એની હાલત સારી એવી સુધરી.

બાકીના બંને બચ્ચાની હાલત પ્રમાણમાં ઘણી નાજુક હતી.એટલે એમને શરૂઆતના ૫ દિવસ તો વેન્ટિલેટર હેઠળ રાખવા પડ્યાં.ઓછું વજન, અધૂરાં માસે જન્મ અને મોઢા વાટે લોહી પડવા જેવી તકલીફો એમની સ્થિતિને વધુ ગંભીર બનાવતી હતી.એમને ચેપ થી પણ બચાવવાના હતાં.

વિભાગના વડા ડો.નિમિષા ના માર્ગદર્શન હેઠળ સહ પ્રાધ્યાપક ડો.ગૌતમ, ડો.મૌસમ અને ડો.શિખરની ટીમે પોતાના જ્ઞાન અને તબીબી કુશળતા થી આ લોકોને બચાવી લેવાના વિશ્વાસ સાથે સારવારનો પડકાર ઉપાડી લીધો.તબીબી ભાષામાં ખૂબ જટિલ ગણાય તેવી સારવાર આપી અને આ નવજાત શિશુઓને ચેપમુક્ત રાખવાની જરૂરી તમામ કાળજી લીઘી.તેની સાથે તેમની માતાની પણ જરૂરી મેડિકલ કેર લેવામાં આવી.નર્સિંગ અને સહાયક સ્ટાફે પણ આ લોકોની ખડે પગે જરૂરી તમામ કાળજી લીધી.

આ પણ વાંચો…Tata Group buys Air India airline: ટાટા ગ્રૂપ સરકારી એરલાઈન ‘એર ઈન્ડિયા’નુ માલિક બન્યુ, સૌથી વધારે બોલી લગાવી

તેના પરિણામે બાળકોની હાલત ઉત્તરોતર સુધરી,ગંભીર હાલતમાંથી બહાર આવ્યા, તેમનું વજન સારું એવું વધ્યું. અને આજે સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત હાલતમાં બાળકો અને માતા પિતાને વિદાય આપવામાં આવી ત્યારે બાળ સારવાર વિભાગમાં જાણે કે હરખની હેલી ફરી વળી હતી. પારકા પરિવારની ખુશહાલી,સુખ અને આનંદ તબીબો અને સ્ટાફને સ્પર્શી ગયાં હતા.પોતાની જહેમત સફળ થયાનો નિસ્વાર્થ આનંદ દરેકના ચહેરા પર ઝલકતો હતો.

બાળકોના પિતા હાજી ભાઈએ આભાર ભીના શબ્દોમાં જણાવ્યું કે,તબીબો અને સ્ટાફે ખૂબ ઉમદા સેવા આપી છે.મારો પરિવાર એમનો ખૂબ ખૂબ આભારી છે. ખાનગી હોસ્પિટલમાં આ સારવાર નો ખર્ચ સહેજેય લાખનો આંકડો વટાવી જાય.જ્યારે અહીં લગભગ વિનામૂલ્યે સારવાર થઈ. સરકારી દવાખાનામાં ઉમદા સારવાર મળે છે એ હકીકત ફરી એકવાર પુરવાર થઈ.

Whatsapp Join Banner Guj