Nusrat Jahan

Nusrat Jahan:TMC સાંસદ નુસરત જહાંને બાળકના પિતાનું નામ પૂછતા જ એક્ટ્રેસ ભડકી, મહિલાના ચરિત્ર્ય વિશે કહી આ મોટી વાત- વાંચો વિગત

Nusrat Jahan: નુસરતે કહ્યું હતું કે બાળકના જન્મ બાદ બધું બદલાઈ ગયું છે. આ નવી શરૂઆત હોય તેમ લાગે છે

બોલિવુડ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Nusrat Jahan: તૃણમૂલ કોંગ્રેસની સાસંદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ ગયા મહિને બાળકને જન્મ આપ્યો હતો. જોકે, નુસરતે હજી સુધી બાળકના પિતાનું નામ જાહેર કર્યું નથી. નુસરતને વારંવાર બાળકના પિતાનું નામ પૂછવામાં આવે છે. હવે નુસરતે આ અંગે જવાબ આપ્યું છે. ડિલિવરીના 12 દિવસ બાદ જ નુસરત કામ પર પરત ફરી છે. નુસરત કોલકાતાની એક ઇવેન્ટમાં જોવા મળી હતી.

નુસરત(Nusrat Jahan)ને જ્યારે પૂછવામાં આવ્યું કે તેના બાળકનો પિતા કોણ છે? તો તેણે જવાબ આપ્યો હતો, ‘મને લાગે છે કે આ ફાલતુ સવાલ છે. કોઈને એમ પૂછવું કે પિતા કોણ છે? આ એક સ્ત્રીના ચારિત્ર્ય પર કલંક લગાડવા જેવું છે. બાળકના પિતાને ખ્યાલ છે કે તે પિતા છે અને તેઓ સાથે મળીને ઘણી જ સારી રીતે બાળકનો ઉછેર કરી રહ્યા છે. યશ (દાસગુપ્તા, એક્ટર) અને હું સાથે સારો સમય પસાર કરી રહ્યાં છીએ.’

આ પણ વાંચોઃ Ganesh chaturthi zodiac signs: વિઘ્નહર્તાના આગમન સાથે જ આ રાશિ પર રહેશે ગણપતિ બાપ્પાની કૃપા

નુસરતે કહ્યું હતું કે બાળકના જન્મ બાદ બધું બદલાઈ ગયું છે. આ નવી શરૂઆત હોય તેમ લાગે છે. નુસરતે એમ પણ કહ્યું હતું કે પાર્લામેન્ટના મોનસૂન સેશનમાં તે આઠ મહિનાની પ્રેગ્નન્ટ હતી અને તેથી જ તે હાજર રહી નહોતી. જોકે, તે વિન્ટર સેશનમાં જરૂરથી હાજર રહેશે. નુસરતે આગળ કહ્યું હતું કે તેના માથે પરિવારની તથા જનતાની જવાબદારી છે અને તેથી જ તે કામ પર પરત ફરી છે. તે પ્રોફેશન તથા પર્સનલ લાઇફ વચ્ચે બેલેન્સ રાખશે.

pic

નુસરત જહાંએ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. આ સમયે તેની સાથે યશ દાસગુપ્તા હતો. નુસરતે દીકરાનું નામ ઈશાન રાખ્યું છે. નુસરત હોસ્પિટલમાં રજા લઈને ઘરે ગઈ ત્યારે તેની સાથે યશ દાસગુપ્તા હતો. આટલું જ નહીં યશના ખોળામાં ઈશાન જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ lokarpan of sardardham: અમદાવાદમાં બનેલ 200 કરોડના સરદાર ધામનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું, વાંચો આ પ્રસંગે શું કહ્યું વડાપ્રધાને?

નુસરતને જ્યારે પૂછવામાં આવ્યું કે તે દીકરાની એક ઝલક ક્યારે જોવા મળશે તો તેણે જવાબ આપ્યો હતો કે આ તમે તેના પપ્પાને પૂછો. તે દીકરાની ઝલક કોઈને બતાવવા માગે છે કે નહીં. નુસરત તથા યશ હોસ્પિટલની બહાર આ રીતે સાથે જોવા મળતા સો.મીડિયામાં ચર્ચા થવા લાગી કે આ બાળકનો પિતા યશ જ છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ઈશાનને અંગ્રેજીમાં Yishaan લખવામાં આવે છે. આ નામ યશ સાથે ખાસ્સું મળતું આવે છે.

નોંધનીય છે કે, નુસરતે બાળકના પિતાનું નામ કહેવાની ચોખ્ખી ના પાડી દીધી છે. તેણે કહ્યું હતું કે તે સિંગલ મધર બનીને બાળકનો ઉછેર કરશે. ઉલ્લેખનીય છે કે નુસરતના પતિ નિખિલ જૈને કહ્યું હતું કે આ બાળક તેનું નથી.

Whatsapp Join Banner Guj