Untitled

ફિલ્મ Nyay: The Justiceનું ટ્રેલર જોઈ ગુસ્સે થયા સુશાંત સિંહ રાજપૂતના ચાહકો, જુઓ ટ્રેલરમાં એવુ તો શું છે?

બોલિવુડ ડેસ્ક, 13 જૂનઃNyay: The Justice: સુશાંતના જીવન પર આધારીત ફિલ્મ ‘ન્યાય ધ જસ્ટિસ’ નું ટ્રેલર રીલીજ થયુ છે. ટ્રેલર જોઈને તેમના ફેંસ ભડકી ઉઠયા છે. સુશાંતના પિતા કેકે સિંહએ દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી કરી હતી અને ફિલ્મની રીલીજ પર પ્રતિબંધની માંગણી કરી હતી. કોર્ટએ ગુરૂવારે ફિલ્મ(Nyay: The Justice)ને પ્રતિબંધ લગાવવાથી ના પાડી દીધી અને નિર્માતાને ફિલ્મનો હિસાબો સાચવવા આદેશ આપ્યો છે.

Whatsapp Join Banner Guj

સુશાંતના જીવનથી મેળ કરતી ઘટનાઓ ટ્રેલરની શરૂઆત ટીવી પર એક ખબરથી હોય છે જેમાં જણાવ્યુ છે કે મહેંદ્ર સિંહ નામના એક એક્ટરએ આત્મહત્યા કરી લીધી. ટ્રેલરમાં જોવાયુ છે કે મહેંદ્ર અને ઉર્વશી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તે દરમિયાનતે બધી ઘટનાઓ જોવાય છે જે સુશાંત કેસમાં ખબર ટીવી પર જોવાઈ છે

ફિલ્મ(Nyay: The Justice)માં ડ્રગ્સનો મુદ્દો પણ જોવાયા છે. જણાવીએ કે સુશાંત કેસમાં નારકોટિક્સ નિયંત્રણ બ્યૂરો આ કેસમાં મોટી હસ્તીઓથી મુલાકાત કરે છે. સુશાંતસિંહ રાજપૂતનાં પિતા રિયાચક્રવર્તી પર પૈસાના ગેર ઉપયોગનો આરોપ લગાવ્યો હતો, તે કેસનો ઉલ્લેખ ટ્રેલરમાં પણ કરવામાં આવ્યો છે.

જોકે, ટ્રેલર રિલીઝ થયા બાદ સુશાંત સિંહ રાજપૂતના ફેંસ ટ્વિટર પર ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. આ સિવાય ફેંસ આઈએમડીબી પર એક જ રેટિંગ આપીને ભડકી રહ્યા છે. 1,150 લોકોને ટ્રેલરને રેટીંગ આપી છે.

નોંધનીય છે કે, આ ફિલ્મ(Nyay: The Justice)માં ઝુબૈર ખાન મુખ્ય અભિનેતા છે. શ્રેયા શુક્લા તેની સાથે છે. આ સિવાય રઝા મુરાદ, અસરાની, કિરણ કુમાર, શક્તિ કપૂર, અમન વર્મા અને સુધા ચંદ્રન સહિત અન્ય ઘણા મોટા કલાકારો છે.

આ પણ વાંચો…

ચીનની ટેક્નોલોજીને ટક્કર આપવા જીટીયુ સ્વદેશી 5G એન્ટેના વિકસાવશે, જેમાં 5 થી 10 મીલી સેકન્ડમાં જ તમામ વાયરલેસ ડિવાઈસ થઈ શકશે કનેક્ટ

ADVT Dental Titanium
देश की आवाज़ की तमाम खबरों को फेसबुक पर पाने के लिए लाइक करें.