Poonam Pandey 1

Poonam Pandey Alive: પૂનમ પાંડેએ વીડિયો શેર કરીને કહ્યું- હું સર્વાઈકલ કેન્સરથી મરી નથી…- વાંચો સંપૂર્ણ વિગત

Poonam Pandey Alive: વીડિયોમાં પૂનમ સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવતી અને રસી લેવાની વાત કરતી જોવા મળી

મનોરંજન ડેસ્ક, 03 ફેબ્રુઆરીઃ Poonam Pandey Alive: અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ પર 2 ફેબ્રુઆરી 2024ના રોજ આવા સમાચાર પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેણે ચાહકોને ચોંકાવી દીધા હતા. પૂનમ પાંડેની પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રીનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરથી થયું હતું. પરંતુ તેના કથિત નિધનની પોસ્ટના 24 કલાક પછી અભિનેત્રીએ આગળ આવીને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

વીડિયોમાં પૂનમ પાંડે ખૂબ જ ફિટ જોવા મળી રહી છે અને તે કહી રહી છે કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરથી થયું નથી. સાથે જ પૂનમ સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવતી અને રસી લેવાની વાત કરતી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, તેમના નિધનના સમાચાર પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દુનિયાને જણાવવામાં આવ્યા હતા. પૂનમ યુપીના કાનપુરની રહેવાસી છે. તે વર્ષ 2011માં ચર્ચામાં આવી હતી જ્યારે તેણે વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ તેના ટોપલેસ ફોટા પોસ્ટ કરવાની વાત કરી હતી.

આ પછી, અભિનેત્રી ઘણી ફિલ્મ ગોસિપ મેગેઝીન અને સોશિયલ મીડિયાના સમાચારોમાં ફેમસ થઈ ગઈ હતી.

આ પણ વાંચો.. Bombay High Court: કંગના રનૌતને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો, વાંચો શું છે મામલો?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો