kangana

Bombay High Court : કંગના રનૌતને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો, વાંચો શું છે મામલો?

Bombay High Court: કંગના રનૌતને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કંગના રનૌત જાવેદ અખ્તર સાથે ચાલી રહેલી કાનૂની લડાઈને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે.

બોલિવુડ ડેસ્ક, 02 ફેબ્રુઆરીઃ Bombay High Court: કંગના રનૌતને બોમ્બે હાઈકોર્ટ તરફથી જોરદાર મોટો લાગ્યો છે. કંગના રનૌત જાવેદ અખ્તર સાથે ચાલી રહેલી કાનૂની લડાઈને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ મામલે અભિનેત્રીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. અભિનેત્રી કંગના રનૌતને બોમ્બે હાઈકોર્ટ તરફથી જોરદાર ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, અભિનેત્રીએ પીઢ ગીતકાર જાવેદ અખ્તર દ્વારા તેની સામેના માનહાનિના કેસ પર રોક લગાવવાની માગ કરી હતી. કોર્ટે અભિનેત્રીની આ અરજી ફગાવી દીધી છે. કંગના રનૌત આ કેસને કારણે સતત ચર્ચામાં રહે છે. આ નવા અપડેટે અભિનેત્રીની મુશ્કેલીઓ વધારી દીધી છે.

કંગના રનૌતનો આ કેસ 2016થી ચર્ચામાં છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, જેને પ્રખ્યાત ગીતકારે જૂઠ ગણાવ્યા હતા. બાદમાં આનો વાંધો ઉઠાવતા જાવેદે અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, જજ પીડી નાઈકની કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

વર્ષ 2016નો કંગના રનૌત અને જાવેદ અખ્તરનો આ કિસ્સો કોઈને કોઈ રીતે રિતિક રોશન સાથે જોડાયેલો છે. વાસ્તવમાં કંગનાએ જાવેદ અખ્તર પર માર્ચ 2016માં તેની બહેન રંગોલી ચંદેલને જુહુ સ્થિત તેના ઘરે બોલાવીને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે રિતિક રોશનને જબરદસ્તી લેખિતમાં માફી માંગવા પણ કહ્યું હતું. અભિનેત્રીએ દાવો કર્યો છે કે જાવેદ અખ્તરે જાણીજોઈને તેનું અપમાન કર્યું છે. મારી ગોપનીયતામાં દખલ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત વિરુદ્ધ જાવેદ અખ્તર દ્વારા દાખલ કરવામાં આવેલ માનહાનિનો કેસ અંધેરીમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી રહ્યો છે. પોતાની રિટ પિટિશનમાં કંગનાએ કહ્યું હતું કે બંને મામલા 2016માં થયેલી મીટિંગમાં મૂળ હતા, તેથી તેમનો એકસાથે કેસ ચલાવવામાં આવે.

આ સમાચાર પણ વાંચોઃ About Cervical Cancer: શું છે સાયલન્ટ કિલર કહેવાતુ સર્વાઇકલ કેન્સર ? વાંચો આ બીમારીના લક્ષણો અને બચવાના ઉપાય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો