Poonam Pandey pass away

Poonam Pandey pass away: 32 વર્ષની વયે પૂનમ પાંડેનુ નિધન, સર્વાઈકલ કેન્સરથી હતી પીડિત

Poonam Pandey pass away: પૂનમ પાંડેના મેનેજરે આ ખુલાસો કર્યો કે, 1 ફેબ્રુઆરીની રાતે સર્વાઈકલ કેન્સર સામે જંગ લડ્યા બાદ પૂનમે દમ તોડ્યો છે. 

બોલિવુડ ડેસ્ક, 02 ફેબ્રુઆરીઃ Poonam Pandey pass away : અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી મોત થયું હોવાના દુખદ સમાચાર સામે આવ્યા છે. તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવી છે. પૂનમ પાંડેના નિધનના સમાચારથી ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. પૂનમ પાંડેના મેનેજરે આ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 1 ફેબ્રુઆરીની રાતે સર્વાઈકલ કેન્સર સામે જંગ લડ્યા બાદ પૂનમે દમ તોડ્યો છે. 

સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજથી તેમની ટીમે અધિકૃત નિવેદન જાહેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે આજની સવાર આપણા બધા માટે  ખુબ મુશ્કેલ છે. એ જણાવતા અમને દુખ થાય છે કે આપણી વ્હાલી પૂનમને આપણે સર્વાઈકલ કેન્સરના કારણે ગુમાવી દીધી છે.

આ પણ વાંચોઃ Gujarat Sports Budget: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ 767 કરોડની જોગવાઇ

Gujarati banner 01

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો https://www.facebook.com/plugins/like.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fbharatdeshkiaawaz%2F&width=450&layout=standard&action=like&size=small&share=true&height=35&appId=324412455274770