Kanubhai Desai

Gujarat Budget 2024 : જાણી લો, ગુજરાત બજેટની મોટી 13 જાહેરાતો વિશે

Gujarat Budget 2024 : ગુજરાતના વર્ષ 2024-25 માં સરકારે લોકલક્ષી અનેક નવી જાહેરાતો કરી છે

ગાંધીનગર, 02 ફેબ્રુઆરીઃ Gujarat Budget 2024 : નાણામંત્રીએ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેઓએ આ બજેટમાં ગુજરાતને ગુણવંતુ, ગરવી, ગ્લોબલ, ગ્રીન બનાવવાનો ધ્યેય હોવાનું જણાવ્યું. સાથે જ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને બજેટમાં પ્રાધાન્ય આપવામા આવ્યું છે. અમૃતકાળના આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામા આવી છે. પરંતુ બજેટની મહત્વની જાહેરાતો પર એક નજર કરીએ. 

1. રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણ ને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે.
2. આ વખતના બજેટમાં રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના નામથી યોજનાઓ શરૂ કરી. જે નમો લક્ષ્મી,નમો સરસ્વતી, નમો શ્રી યોજના શરૂ થશે. 
3. બજેટમાં પત્રકારો માટે પણ જોગવાઈ કરાઈ. 25 વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં એક લાખથી વધારી બે લાખ કરાઈ. અકસ્માત મૃત્યુમાં પાંચ લાખથી સહાય વધારીને 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે
4. રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર જાહેર કર્યો. એક જ નંબર 112 નંબર પોલીસ ,ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ  થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવી. રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુજજ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.

5. આ વખતના બજેટમાં રાજ્ય સરકારે વડાપ્રધાન ના નામથી યોજનાઓ શરૂ કરી. નમો લક્ષ્મી,નમો સરસ્વતી, નમો શ્રી યોજના. નાણાં મંત્રીએ નમો નામથી નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી
6. અયોધ્યાધામ ખાતે ગુજરાતી યાત્રી માટે નીવાસ માટે માટે 50 કરોડના આયોજન પૈકી ૧૦ કરોડની જોગવાઈ. અયોધ્યા ધામ ખાતે ગુજરાતી યાત્રી નિવાસ તૈયાર કરાશે. 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની બજેટમાં જોગવાઈ
7. અંબાજી યાત્રધામ માટે માસ્ટર પ્લાનીગ માટે ૧૧૭ કરોડના ખર્ચે આયોજન
9. બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર માટે મહત્વની જાહેરાત કરાઈ. સગર્ભાઓ ને સંસ્થાકિય પ્રસુતી અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરાવાશે. મહિલાઓને ૧૫ હજાર તેમજ આશા વર્કરને ૩ હજાર પ્રસુતિદીઠ પ્રોત્સાહક રકમ ચૂકવાશે. આ માટે રાજ્ય સરકારે બજેટ માં ૫૩ કરોડની જોગવાઈ કરી છે. 
10. ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે બજેટમાં ખાસ જોગવાઈ. 
11. આશા વર્કરોને પ્રસુતિ દીઠ 3 હજાર પ્રોત્સાહન અપાશે
12. રાજ્યમાં નવી ફેમિલી કોર્ટ સ્થાપવા માટે જોગવાઈ કરાઈ 
13. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1300 કરોડની જોગવાઈ

આ પણ વાંચોઃ Poonam Pandey pass away: 32 વર્ષની વયે પૂનમ પાંડેનુ નિધન, સર્વાઈકલ કેન્સરથી હતી પીડિત

Gujarati banner 01

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો https://www.facebook.com/plugins/like.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fbharatdeshkiaawaz%2F&width=450&layout=standard&action=like&size=small&share=true&height=35&appId=324412455274770