Prakash Raj

Prakash Raj Tweet For Chandrayaan-3: પ્રકાશ રાજને ચંદ્રયાન-3નું મજાક ઉડાવવું ભારે પડ્યુ…

Prakash Raj Tweet For Chandrayaan-3: પ્રકાશ રાજે ટ્વિટર પર લુંગી પહેરેલા ચા વેચનારનો કાર્ટૂન ફોટો પોસ્ટ કરીને ભારતીય મૂન મિશનની મજાક ઉડાવી…

મનોરંજન ડેસ્ક, 21 ઓગસ્ટઃ Prakash Raj Tweet For Chandrayaan-3: સાઉથથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મોમાં પોતાનું નામ બનાવનાર પ્રકાશ રાજ માટે ચંદ્રયાન-3ની મજાક ઉડાવવી મોંઘી સાબિત થઇ. ફિલ્મોમાં દમદાર અભિનયની સાથે સાથે પોતાના બેફામ નિવેદનો માટે પ્રખ્યાત પ્રકાશ રાજને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ચંદ્રયાન-3 અને વિક્રમ લેન્ડર વિશે એક કાર્ટૂન શેર કર્યું છે. પ્રકાશ રાજે ટ્વિટર પર લુંગી પહેરેલા ચા વેચનારનો કાર્ટૂન ફોટો પોસ્ટ કરીને ભારતીય મૂન મિશનની મજાક ઉડાવી હતી. આ તસવીર સાથે તેમણે લખ્યું કે- ‘ચંદ્રની પહેલી તસવીર વિક્રમ લેન્ડરથી આવી રહી છે… વાહ… #justasking..

આ પોસ્ટ કરતાની સાથે જ યુઝર્સ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતાં જોવા મળ્યા. અભિનેતાના ટ્વીટ પર એક યુઝરે લખ્યું- ‘મિસ્ટર પ્રકાશ રાજ આપણા વૈજ્ઞાનિકોનું અપમાન કરી રહ્યા છે, આપણા ઈસરોની મજાક ઉડાવી રહ્યા છે. તેમને પૂછવું જોઈએ કે તે આ કોના માટે કરી રહ્યા છે? શરમજનક…’ 

અન્ય વ્યક્તિએ ટિપ્પણી કરી કે- ‘નેતાઓને ટ્રોલિંગ કરવું સારું છે પરંતુ આપણા દેશમાં ટ્રોલ કરવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે…’ અન્ય એક યુઝરે લખ્યું-પણે આપણા બહાદુર વૈજ્ઞાનિકોને નિરાશ ન કરવા જોઈએ, જેઓ નિષ્ફળતા પછી પણ ઉભા છે.

આ પણ વાંચો… Kandhal Jadeja’s sentence waived: ગુજરાતના બાહુબલી નેતા કાંધલ જાડેજાની સજા માફ, જાણો કયા કેસમાં મળી રાહત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો