Heavy rain forecast in gujarat

Gujarat Rain Update: ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 24 કલાક બહુ ભારે…

Gujarat Rain Update: આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે

અમદાવાદ, 21 ઓગસ્ટઃ Gujarat Rain Update: ચાલુ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ જતાં જગતનો તાત ભારે મૂંઝવણમાં મુકાયો છે. મહાપરિશ્રમે ખેતરમાં કરાયેલા ઊભા પાક સામે સુકાઈ જવાનું સંકટ ઊભું થયું છે, જોકે કુદરતની મહેર થવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે.

આ લો પ્રેશર સિસ્ટમથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુરઝાતી જતી ખેતીને નવજીવન મળી રહ્યું છે, જોકે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

હવામાન વિભાગે કરી 5 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. હાલ ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ થશે.

ઓગસ્ટમાં પડ્યો ઓછો વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનામાં નર્મદા, ખેડા, વડોદરામાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ કરતા ઓછો વરસાદ રહ્યો છે.

ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે 159 mm વરસાદ થવો જોઈએ, જ્યારે તેના બદલે માત્ર 17 mm જ વરસાદ પડ્યો છે. 21 ઓગસ્ટમાં સુધીમાં સરેરાશ વરસાદની સરખામણીએ 89% ઓછો વરસાદ રહ્યો છે. ઓગસ્ટમાં એક પણ મજબૂત સિસ્ટમ ન બનતા વરસાદ ઓછો પડ્યો છે.

આ પણ વાંચો… Prakash Raj Tweet For Chandrayaan-3: પ્રકાશ રાજને ચંદ્રયાન-3નું મજાક ઉડાવવું ભારે પડ્યુ…

Gujarati banner 01
देश की आवाज की खबरें फेसबुक पर पाने के लिए फेसबुक पेज को लाइक करें