RTO

RTO અમદાવાદ(RTO Amdavad big news) ખાતે ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કરવામાં આવ્યો બંધ

RTO Amdavad big news: RTO અમદાવાદ ખાતે ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો છે. ટેસ્ટ ટ્રેક કાર્યરત થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ ચાલું કરવામાં આવશે.

અમદાવાદ, 21 ઓગસ્ટ: RTO Amdavad big news: RTO અમદાવાદ ખાતે ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. જો કે, મોટી સંખ્યામાં ટેસ્ટ આપતા લોકોને જ્યાં સુધી ટ્રેક શરુ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. પ્રાપ્ત વિગતો અનુસાર RTO અમદાવાદ ખાતે ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો છે.  ટેસ્ટ ટ્રેક કાર્યરત થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ ચાલું કરવામાં આવશે.

પ્રાદેશિક વાહનવ્યવહર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આરટીઓ અમદાવાદ કચેરી ખાતે ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ થયેલ છે. આથી ડ્રાઈવિંગ ટેસ્ટ બંધ રહેશે.

ટેસ્ટ ટ્રેક કાર્યરત થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. જેની જાણ હવે કરવામાં આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવા પ્રાદેશિક વાહનવ્યવહર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ આરટીઓમાં મોટી સંખ્યામાં ટૂ વ્હિલર્સ તેમજ ફોર વ્હીલર્સના ડ્રાઈવિંગ ટેસ્ટ થતા હોય છે. ત્યારે જેને રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેઓને રાહ જોવી પડશે જેથી તેમની મુશ્કેલીઓ વધશે. એક તરફ અગાઉ ચીપને લઈને માથાકૂટ હતી અને લાયસન્સ લોકોને મોડા મળવાની પણ વર્ષ પહેલા ફરીયાદો હતી ત્યારે હવે જેઓ પ્રેક્ટિકલ એટલે કે, ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માગે છે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, ટ્રેકની કામગિરી અત્યાર પુરતી બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:-Kejriwal G U defamation case: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ મામલે સીએમ કેજરીવાલ સુપ્રીમકોર્ટમાં જાય તેવી શક્યતા, જાણો શું છે મામલો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો