Rakhi announced separation

Rakhi announced separation from husband: રાખી સાવંત પોતાના પતિ રિતેશથી અલગ થઈ, કહી આ વાત- વાંચો વિગત

Rakhi announced separation from husband: રાખીએ કહ્યું- હું ઘણી દુઃખી છું કે આ બધું વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા થયું

બોલિવુડ ડેસ્ક, 14 ફેબ્રુઆરીઃ Rakhi announced separation from husband: રાખી સાંવતે તેના પતિ રિતેશ સાથે અલગ થવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની જાણકારી તેણે પોતોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને આપી છે. બિગ બોસ પછી કપલના સંબંધોમાં ઘણી સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી, જેના સુધારવાનો બંનેએ પ્રયાસ પણ કર્યો. પરંતુ જ્યારે કોઈ સુધારો ન થયો તો બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

હું અને રિતેશ અલગ થઈ ગયા છીએઃ રાખી
રાખીએ પોસ્ટ શેર કરી, ડિયર ફેન્સ, તમને લોકોને જણાવવા માગુ છું કે હું અને રિતેશ એકબીજાથી અલગ થઈ ગયા છીએ. બિગ બોસ પછી ઘણું બધું થયું અને ઘણી વસ્તુઓ એવી હતી જે મારા કંટ્રોલ બહાર હતી. અમે બંનેએ ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે મેં નક્કી કર્યું કે હવે અમારે બંનેએ પોતાની લાઈફ અલગ અલગ વિતાવવી જોઈએ.
રાખીએ આગળ લખ્યું, હું ખૂબ જ દુઃખી છું કે આ બધું વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા થયું. પરંતુ નિર્ણય તો લેવાનો જ હતો. આશા રાખું છું કે રિતેશની સાથે બધુ સારું રહેશે. મારે આ સમયે મારા કામ પર ધ્યાન આપવાનું છે, મારી જાતને હેલ્ધી અને ખુશ રાખવાની છે. મને સમજવા અને સપોર્ટ કરવા માટે આપ સૌનો આભાર. રાખી સાવંત.

આ પણ વાંચોઃ Single Use Plastic Ban: પ્લાસ્ટિકના ચમચા, ગ્લાસથી લઈને ફ્લેગ-બેનર અને ઈયરબડ સુધી બધું જ બંધ થશે,આ તારીખથી પ્રતિબંધ- વાંચો વિગત

બિગ બોસ 15માં રાખીના પતિની એન્ટ્રી થઈ હતી
બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત બાદ હવે તેનો પતિ રિતેશ પણ રિયાલિટી શો બિગ બોસ 15માં જોવા મળશે. રાખીએ 28 જુલાઈ 2019માં NRI રિતેશ સાથે લગ્ન કર્યા હતા, જો કે તેને હજી સુધી તેના પતિનો ફોટો બતાવ્યો નથી. ઘણા લોકોએ તો એટલે સુધી કહ્યું હતું કે રાખીએ લગ્નનું નાટક કર્યું છે. આવી સ્થિતિમાં રિતેશને જોવો એ દરેક માટે એક્સાઇટિંગ હશે.

Gujarati banner 01