449a06c9e89bccc26074898da1d38ed3

ફિલ્મ મહાભારતના આ પાત્ર માટે રિયા ચક્રવર્તી (rhea chakraborty)ના નામની ચર્ચા, વાંચો સંપૂર્ણ અહેવાલ

મનોરંજન ડેસ્ક, 11 જૂનઃ તાજેતરમાં જ તેને એક ફિલ્મ ઓફર થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે રિયા(rhea chakraborty) ‘મહાભારત’માં દ્રૌપદીનું પાત્ર ભજવી શકે છે. તેને આ ફિલ્મ માટે રોલ ઓફર કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

એક અહેવાલ મુજબ, રિયા ચક્રવર્તી(rhea chakraborty) ટૂંક સમયમાં એક મોટા પ્રોજેક્ટમાં દ્રૌપદીની ભૂમિકા ભજવતી જોવા મળશે. અન્ય સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ તેના માટે એક મોટો પ્રોજેક્ટ હોઈ શકે છે. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવવું એક વિશિષ્ટ વાત હોઈ શકે. રિયા આ સમયે આ પ્રોજેક્ટ કરવા અંગે વિચાર કરી રહી છે. જોકે, ચર્ચા પ્રારંભિક તબક્કામાં જ છે.

ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તી(rhea chakraborty) ‘બેન્ક ચોર’, ‘હાલ્ફ ગર્લફ્રેન્ડ’ અને ‘મેરે ડેડ કી મારુતિ, જલેબી, ચહેરે’માં જોવા મળી હતી. આજકાલ રિયા ચક્રવર્તી ઇન્સ્ટાગ્રામ પર ઘણા જ મોટિવેશનલ કોટ્સ શેર કરતી રહે છે. બૉલીવુડ અભિનેત્રી રિયા ડ્રગ્સ કેસમાં જેલની હવા ખાઈને પાછી તો આવી ગઈ છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની હાજરી હવે પહેલા જેવી નથી જોવા મળી રહી. સાથે જ તેની દિનચર્યા પણ હવે પહેલા જેવી નથી રહી. ગ્લેમર વર્લ્ડ અને લાઈમલાઈટથી દૂર રિયા હવે પોતાને સમય આપવા લાગી છે અને જીવનને જાવેસરથી શરૂ કરવાના પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો….

PM મોદી અને યોગી આદિત્યનાથની મુલાકાત બાદ જે.પી.નડ્ડા સાથે CM Yogiની બેઠક કરી, જાણો મુલાકત યોજવાનું કારણ?

ADVT Dental Titanium