Rituraj Singh Passes Away

Rituraj Singh Passes Away: તાજેતરમાં જ અનુપમા દેખાયલ જાણીતા ફિલ્મ અને ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું નિધન

Rituraj Singh Passes Away: હાર્ટ એટેકના કારણે 59 વર્ષની વયે ઋતુરાજ સિંહે દુનિયાની અલવિદા કહી દીધુ

બોલીવુડ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ Rituraj Singh Passes Away:  બોલીવુડ અને ટેલિવિઝન બન્ને ક્ષેત્રોમાં ઋતુરાજ સિંહે વર્ષો સુધી કામ કર્યું અને સારી નામના મેળવી એવા કલાકાર આજે આપણી વચ્ચે નથી રહ્યાં. એન્ટરટેઈન્ટમેન્ટની દુનિયામાંથી એક ચોંકાવનારા સામાચારો મળી રહ્યાં છે. 

ઋતુરાજ સિંહ આ રીતે જતા રહેશે એવું માન્યામાં જ નથી આવતું. હજુ હમણાં તો ઋતુરાજ સિંહને અનુપમા સિરીયલમાં જોયા હતા અને આ રીતે વિદાય કલ્પના બહાર છે. ઋતુરાજ સિંહ ટેલિવિઝનનું એક ખુબ મોટું નામ માનવામાં આવે છે. તેમણે ઘણી હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચોઃ Government Job: સરકારી નોકરીની શોધમાં છો તો જાણીલો આ વિભાગમાં થઇ રહી છે ભરતી, જાણો વિગત

મળતા અહેવાલ મુજબ, હાર્ટ એટેકના કારણે 59 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.  ઋતુરાજ સિંહ કરન જોહરથી માંડીને મનોજ બાજપાઇ સહિતના દિગ્ગજોના નજીકના મિત્ર રહી ચુક્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ઋતુરાજ સિંહનું ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. અભિનેતા 59 વર્ષના હતા અને તેઓ સ્વાદુપિંડને લગતી સમસ્યાઓથી પીડાતા હતા. આ સમાચાર તેમના નજીકના લોકો અને ચાહકો માટે એક મોટા આઘાત સમાન છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો