Government Job: સરકારી નોકરીની શોધમાં છો તો જાણીલો આ વિભાગમાં થઇ રહી છે ભરતી, જાણો વિગત

Government Job: શિક્ષણ વિભાગમાં આવી રહી છે આવી જ એક મોટી ભરતી

ગાંધીનગર, 20 ફેબ્રુઆરીઃ Government Job: ગુજરાતના શિક્ષણ મંત્રીએ કરી ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત થઇ છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ સત્વરે ભરાશે.

શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે.

આ પણ વાંચોઃ Haiti Crime News: એક પરિવારના 16 લોકોના સંદિગ્ધ પરિસ્થિતોમાં મૃતદેહ મળી આવ્યા, વાંચો વિગત

વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૧-૨ ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧  અને વર્ગ-૨ ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને બનતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો