Surat Model suicide tanya

Surat Model suicide: સુરતની 28 વર્ષીય મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, વાંચો વિગત

Surat Model suicide: પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

સુરત, 20 ફેબ્રુઆરીઃ Surat Model suicide: સુરતના વેસુ વિસ્તારમાં 28 વર્ષીય મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૂળ રાજસ્થાનની અને સુરતમાં મોડલિંગ કરતી તાન્યા સિંગે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. જોકે, તેના આત્મહત્યાનું કારણ હજી સામે આવ્યું નથી. 

આ પણ વાંચોઃ Rituraj Singh Passes Away: તાજેતરમાં જ અનુપમા દેખાયલ જાણીતા ફિલ્મ અને ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું નિધન

સુરતમાં એક મોડલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. સુરતમાં વેસુના હેપ્પી એલિગન્સ રેસિડેન્સી આપઘાતનો બનાવ બન્યો હતો. તાન્યા ભવાનીસિંગે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પરિવારની એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો