83462672

કરીના કપૂર ખાન સીતામાતા(Role of mata sita) ના રોલમાં જોવા મળે નહીં, હવે માતા સીતાના રોલ માટે આ અભિનેત્રીની થઇ શકે છે પસંદગી!

બોલિવુડ ડેસ્ક, 25 જૂનઃRole of mata sita: છેલ્લા કેટલાક સમયથી કરીના કપૂર ખાનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ થઇ રહ્યો છે. વાત એમ હતી કે ફિલ્મ રામાયણમાં કરીના કપૂર સીતામાતાના રોલમાં જોવા મળશે. તેણે આ ફિલ્મ માટે રૂપિયા ૧૨ કરોડ લેવાની માંગણી કરી હતી.

ત્યાર બાદ સોશિયલ મીડિયા પર કરીનાનો બોયકોટ કરવામાં આવ્યો હતો.તૈમૂરની માતાને સીતાનો રોલ(Role of mata sita) આપવા બદલ હોબાળો થયો હતો. હવે આ દરમિયાન આ રોલને લઇને એક નવા  સમાચાર આવ્યા છે. 

Role of mata sita

લેટેસ્ટ રિપોર્ટના અનુસાર, ફિલ્મ મેકર્સ હવે આ પૌરાણિક કથા પર આધારિત ફિલ્મમાં (Role of mata sita)કરીના કપૂરના સ્થાને કંગના રનૌતનો સંપર્ક કરે તેવી શક્યતા છે. ફિલ્મના રાઇટર કેવી વિજયેન્દ્ર પ્રસાદ કંગનાને ફિલ્મમાં સાઇન કરવા ઇચ્છે છે. કંગના તેમની પ્રથમ પસંદગી છે. કહેવાય છે કે, કંગના સીતા -ધ ઇનકાર્નેશનમાં જોવા મળે તેવી શક્યતા છે. જોકે સત્તાવાર રીતે આ વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. 

નોંધનીય છે કે, ફિલ્મ સાથે કરીનાનું નામ જોડાયું હતું, પરંતુ વાસ્તવમાં કરીનાને આ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો જનહોતો. સીતા બનવાના પહેલા  કરીના લોકોએ કરીનાનો સોશિયલ મીડિયા પર વિરોધ કરવાનું શરું કરી દઇને બોયકોટની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ Love jihad: વડોદરામાં અઠવાડિયામાં જ લવજેહાદનો બીજો કિસ્સો નોંધાયો, લગ્ન બાદ યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો!