Salman Khan

Salman khan threat news update: સલમાન ખાનને ધમકી ભર્યો ઈ-મેલ મોકલનાર વ્યક્તિની થઇ ધરપકડ, જાણો તેના વિશે…

Salman khan threat news update: મુંબઈ પોલીસે 21 વર્ષીય ધાકડ રામ વિશ્નોઈની જોધપુરથી ધરપકડ કરી છે

મનોરંજન ડેસ્ક, 27 માર્ચ: Salman khan threat news update: સલમાન ખાનને ફરીથી ઈ-મેલ દ્વારા ધમકી મળી છે. આ વખતે તેમને મેઈલ કરીને કહેવામાં આવ્યું કે, તમારી હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી થશે. સલમાનને આ ધમકી એક-બે દિવસ પહેલા જ મળી છે. મોટી વાત એ છે કે આ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ પણ કરી છે.

ખબર હોય કે, સલમાન ખાનને તાજેતરમાં ઈ-મેલ દ્વારા ધમકી મળી હતી. આ પછી તેના ઘરની બહાર સુરક્ષા પણ કડક કરવામાં આવી હતી. પરંતુ નજીકના મિત્રોની વાત માનીએ તો સલમાનને આ ધમકીઓ થી કોઈ ફરક પડતો નથી. તેને જીવન મુક્તપણે જીવવું ગમે છે. જો કે હજુ સુધી આ કેસમાં પોલીસ એકપણ આરોપીને પકડી શકી નથી.

પરંતુ આ વખતે ધમકી આપનાર વ્યક્તિની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસે 21 વર્ષીય ધાકડ રામ વિશ્નોઈની જોધપુરથી ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે રાજસ્થાન પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હેઠળ આ ધરપકડ કરી છે.

આ આરોપીએ અગાઉ દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાના પરિવારને પણ ધમકી આપી હતી, જેની તપાસ પંજાબ પોલીસ કરી રહી છે. પંજાબ પોલીસ પણ જોધપુર પહોંચી ગઈ હતી. મુંબઈ પોલીસ દ્વારા તપાસ બાદ તેને પંજાબ પોલીસને સોંપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Dal Recipe: કઠોળ કે દાળને પલાળીને રેસીપી બનાવવાના જાણો શું છે ફાયદાઓ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો