Maa Katyayani

Sixth day of chaitra navratri: આજે છે ચૈત્ર નવરાત્રિનું છઠ્ઠું નોરતું, આવી રીતે કરો માં કાત્યાયનીની પૂજા-અર્ચના

Sixth day of chaitra navratri: ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી

ધર્મ ડેસ્ક, 27 માર્ચ: Sixth day of chaitra navratri: આજે ચૈત્ર નવરાત્રીનો છઠો દિવસ છે. આજના દિવસે માતા કાત્યાયની પૂજા અર્ચના કરવામાં આવે છે. કાત્યાયની નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં પૂજવામાં આવે છે. કાત્યાયન ઋષિના ઘરે માતા કાત્યાયનીનો જન્મ થયો હતો. તેથી જ તેમને કાત્યાયની કહેવામાં આવે છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે.

ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. તેમની કૃપાથી લાયક અને ઈચ્છિત પતિ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં તેમનો સંબંધ બૃહસ્પતિ સાથે જણાવવામાં આવ્યો છે.

પૂજા કરવાથી આ મનોકામનાઓ પૂર્ણ થશે

તેમની પૂજા છોકરીઓના વહેલા લગ્ન માટે અદ્ભુત માનવામાં આવે છે. ઇચ્છિત લગ્ન અને પ્રેમ લગ્ન માટે પણ તેની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા દામ્પત્ય જીવન માટે પણ ફળદાયી છે. કુંડળીમાં લગ્નનો યોગ નબળો હોય તો પણ લગ્ન થાય છે.

માતા કાત્યાયનીનો ભોગ

નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાને મધ અર્પણ કરો. દેવીને મધ અર્પણ કર્યા પછી તેને પ્રસાદ તરીકે વહેંચો. આ સાથે તમને ઇચ્છિત પરિણામ મળશે.

મા કાત્યાયનીની પૂજા વિધિ

સાંજના સમયે પીળા કે લાલ વસ્ત્રો પહેરીને તેમની પૂજા કરવી જોઈએ. તેમને પીળા ફૂલ અને પીળા નૈવેદ્ય અર્પણ કરો. તેમને મધ અર્પણ કરવું વિશેષ શુભ છે. માતાને સુગંધિત પુષ્પો અર્પણ કરવાથી વહેલા લગ્નની સંભાવનાઓ બને છે. તેની સાથે પ્રેમ સંબંધી અવરોધો પણ દૂર થશે. આ પછી માતાની સામે તેના મંત્રોનો જાપ કરો.

મંત્ર

“कात्यायनी महामाये , महायोगिन्यधीश्वरी।
नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।।”

આ પણ વાંચો: Salman khan threat news update: સલમાન ખાનને ધમકી ભર્યો ઈ-મેલ મોકલનાર વ્યક્તિની થઇ ધરપકડ, જાણો તેના વિશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો