લોકડાઉનમાં કરોડો લોકોનો રિયલ હિરો બનનાર સોનુ સૂદ(sonu covid positive) થયો કોરોના સંક્રમિત, આ રીતે ફેન્સને આપી જાણકારી

સોનુએ લખ્યું- કોવિડ પોઝિટિવ(sonu covid positive), મૂડ અને જોશ- સુપર પોઝિટિવ

બોલિવુડ ડેસ્ક, 17 એપ્રિલઃ દેશમાં લોકડાઉનની સ્થિતિમાં લોકોનો રિયલ હિરો સોનુ સુદ બની ગયો. તાજતરમાં જ સોનુ(sonu covid positive)એ ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી કે તે કોરોના પોઝિટિવ આવ્યો છે.

સોનુ સૂદે ટ્વીટમાં લખ્યું- હું તમામ લોકોને જણાવવા ઈચ્છું છું કે આજે સવારે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું સાવધાનીની સાથે પોતાને કોરોન્ટાઈન કર્યો છે અને પોતાનું ધ્યાન રાખી રહ્યો છું. પરંતુ ચિંતા ના કરતા તેનાથી મને તમારી મદદ કરવા માટે વધુ સમય મળી ગયો છે. યાદ રાખો હું હંમેશા તમારી સાથે છું.

Whatsapp Join Banner Guj

સોનુએ આ વાતની જાણકારી આપતા તેના મેસેજની શરૂઆતમાં લખ્યું- કોવિડ પોઝિટિવ. મૂડ અને જોશ- સુપર પોઝિટિવ. તેનાથી સ્પષ્ટ છે કે સોનુ સૂદ આઝે પણ લોકોની મદદ કરવા ઉભો છે અને હાર નથી માની રહ્યો. આ તેના ફેન્સ અને અન્ય દેશવાસીઓ માટે પ્રેરણા છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

WhatsAppમાં પોતાને જ મેસેજ સેન્ડ કરવો છે, તો વાંચો ટ્રીક- નોટ્સ બનાવવામાં પણ કરી શકશો યુઝ