pankaj udhas pass away

Pankaj Udhas Pass Away: ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Pankaj Udhas Pass Away: પુત્રી નાયાબ ઉદાસે પિતાની નિધનની માહિતી આપી

મુંબઇ, 26 ફેબ્રુઆરીઃ Pankaj Udhas Pass Away: બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉદાસે પિતાની નિધનની માહિતી આપી છે.

નાયાબે એક પોસ્ટ લખ્યું છે કે, ‘હું તમને બધાને ખૂબ દુઃખ સાથે જણાવી રહી છું કે, પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી-2024ના રોજ નિધન તયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.’

આ પણ વાંચોઃ Gujarat Government’s Decision Regarding Farmers: ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, હવે પાકના પોષણક્ષમ ભાવ મળશે

પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે, તેમનું આજે સવારે 11.00 કલાકે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ઘણા દિવસોથી તેમની તબિયત લથડી હતી. સંગીત કલાકારના નિધનના અહેવાલો સામે આવતા જ બોલિવૂડ જગત સહિત તેમના ચાલકોને પણ આઘાત લાખ્યો છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર સંગીતકારને આખરી શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો