Vijay Sekhar Sharma 1

Paytm Chairman Resign: પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ આપ્યું રાજીનામું

બિઝનેસ ડેસ્ક, 26 ફેબ્રુઆરીઃ Paytm Chairman Resign: પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદથી મોટા ફેરફાર થયા છે. પેટીએમએ સોમવારે પ્રેસ રિલીઝ કરી જણાવ્યું કે કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના પાર્ટ ટાઈમ નોન એક્ઝીક્યૂટિવ ચેરમેનના પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે તેની સાથે જ તેમણે PPBLના બોર્ડ સભ્યનું પદ પણ છોડી દીધું છે.

આ પણ વાંચો… Pankaj Udhas Pass Away: ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ઉલ્લેખનીય છે કે, વિજય શેખર શર્માના રાજીનામાં બાદ પેટીએમ પેમેન્ટ બેંકના નવા બોર્ડની પણ રચના કરાઈ છે. જેમાં કેટલાક નવા ચેહરા સામેલ કરાયા છે. હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીઘર બોર્ડના સભ્ય હશે. આ સિવાય રિટાયર્ડ IAS દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના પૂર્વ એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર અશોક કુમાર ગર્ગ અને રિટાયર્ડ IAS રજની સેખરી સિબ્બલ બોર્ડના સભ્ય હશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો