Gujarat Governments Decision Regarding Farmers

Gujarat Government’s Decision Regarding Farmers: ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, હવે પાકના પોષણક્ષમ ભાવ મળશે

Gujarat Government’s Decision Regarding Farmers: રવી માર્કેટિંગ સીઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, બાજરી, જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે (MSP) પર ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

ગાંધીનગર, 26 ફેબ્રુઆરીઃ Gujarat Government’s Decision Regarding Farmers: ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાની ઉદ્દેશ્ય સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ ED lookout Notice Against Byju: Byju ના CEOની મુશ્કેલીમાં વધારો, EDએ લુક આઉટ જાહેર કરી નોટીસ- વાંચો વિગત

હવે રવી માર્કેટિંગ સીઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, બાજરી, જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે (MSP) પર ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ માહિતી આપી હતી. 

હવે રાજ્ય સરકાર દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂ. 2275, બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂ.2500, જુવાર (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ 3180, જુવાર (માલદંડી) પ્રતિ ક્વિન્ટલ 3225 તથા મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 2090 ના દરે લઘુત્તમ ટેકાનો ભાવ નક્કી કરાયો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો