Mukesh Ambani

Ambani will donate 300 kg gold: મુકેશ અંબાણીના ઘરે આવ્યા નાના મહેમાન, 300 કિલો સોનું કરશે દાન…

Ambani will donate 300 kg gold: અમેરિકાના લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ ઈશા અંબાણી પહેલીવાર પોતાના બાળકો સાથે મુંબઈ આવી

મુંબઈ, 24 ડિસેમ્બર: Ambani will donate 300 kg gold: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તાજેતરમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. અમેરિકાના લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ ઈશા અંબાણી પહેલીવાર પોતાના બાળકો સાથે મુંબઈ આવી છે. અંબાણી પરિવાર તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યો હતો. આ પ્રસંગે અંબાણી પરિવાર અને નજીકના સંબંધીઓ પણ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.

અંબાણી પરિવારે ઈશા અને તેના બે બાળકોના સ્વાગત માટે ઝીણવટભરી તૈયારીઓ કરી છે. આ બધા સાથે જ 8 ટ્રેન કરેલ નૈની યૂએસએથી મુંબઇ લાવવામાં આવી છે. આ બધા જ ઇશા અને બાળકો સાથે ભારતમાં જ રહેશે. એટલું જ નહીં ઈશાને મુંબઈ લાવવા માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ લોસ એન્જલસ ગઈ હતી. એવું માનવામાં આવે છે કે ઈશા અંબાણી અને તેના નાના બાળકોના સ્વાગત માટે ઘરમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

અંબાણી પરિવાર દાન કરશે 300 કિલો સોનું?

ચર્ચા છે કે અંબાણી પરિવાર પણ બાળકોના નામે 300 કિલો સોનું દાન કરવા જઈ રહ્યો છે. આ પૂજાના ભોજનનું મેનુ પણ સરળ નથી. તેમાં રસોઇ બનાવવા માટે વિશ્વભરમાંથી વિવિધ કેટરર્સને બોલાવવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. તેઓએ 19 નવેમ્બર, 2022 ના રોજ લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો. તેમાં એક છોકરો અને એક છોકરી છે.

આ પણ વાંચો: Softboard pin in trachea: 10 વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું….જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !

Gujarati banner 01