TV actress soujanya suicide

TV actress soujanya suicide: ટીવીની જાણીતી અભિનેત્રી કર્યો આપઘાત, બેડરૂમમાં પંખા સાથે લટકેલો મળ્યો મૃતદેહ

TV actress soujanya suicide: અભિનેત્રી સૌજન્યાએ તેની સુસાઇડ નોટમાં પરિવારની માફી માંગી છે કે તે આ પગલો લઇ રહી છે. આ સુસાઇડ નોટ 27 સપ્ટેમ્બરે લખી હતી, જેમાં ડિપ્રેશનની વાત સ્વીકાર કરી

બોલિવુડ ડેસ્ક, 30 સપ્ટેમ્બરઃ TV actress soujanya suicide: ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માટે એક ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે. કન્નડ ટીવીની ફેમસ એક્ટ્રેસ સૌજન્યાએ આત્મહત્યા કરી છે. અભિનેત્રીનો મૃતદેહ તેના બેંગ્લુરુ સ્થિત ઘરના બેડરૂમમાંથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું કે રૂમના દરવાજા અંદરથી બંધ હતો. જ્યારે તેને તોડવામાં આવ્યા તો અંદર અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળી આવ્યો. અભિનેત્રીના પગ પરના ટેટૂના નિશાનથી તેની ઓળખ કરવામાં આવી. રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે

સૌજન્યા(TV actress soujanya suicide) બેંગ્લુરુના દક્ષિણમાં કુંબલગોડુના એક અપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. સુસાઇડ નોટમાં અભિનેત્રીએ મોત માટે કોઇને જવાબદાર ઠેરવ્યો નથી. આવી સ્થિતિમાં પોલીસે આપઘાતનો કેસ નોંધ્યો છે. સૌજન્યા મૂળ રીતે કોડગૂ જિલ્લાના કુશલનગરની રહેવાસી હતી. અભિનેત્રી સૌજન્યાએ તેની સુસાઇડ નોટમાં પરિવારની માફી માંગી છે કે તે આ પગલો લઇ રહી છે. આ સુસાઇડ નોટ 27 સપ્ટેમ્બરે લખી હતી

આ પણ વાંચોઃ Complaint Against Virat Kohli: આ ક્રિકેટરોએ કરી હતી વિરાટ કોહલી વિશે ફરીયાદ, ટીમ ઈન્ડિયામાં મતભેદોથી BCCI ચિંતામાં- વાંચો વિગત

અભિનેત્રી(TV actress soujanya suicide)એ આ નોટમાં ડિપ્રેશનની વાત સ્વીકાર કરી છે. પોલીસ કેસના સંબંધમાં સૌજન્યાના માતા-પિતા અને તેના મિત્રોની પૂછપરછ કરી રહી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે અભિનેત્રીએ આ પગલો કેમ ભર્યો. સૌજન્યાએ સુસાઇડ નોટમાં વધુમાં લખ્યું છે કે તેને કોઈ રોગ નથી, પરંતુ તે માનસિક પરેશાનીઓ સામે લડી રહી છે. તેણે નોટમાં એ વ્યક્તિઓનો આભાર માન્યો જેમણે તેનો સાથ આપ્યો.

સૌજન્યાએ ઘણા પ્રખ્યાત ટેલિવિઝન શોઝમાં કામ કર્યું હતું. તે ઘણી સાઉથ ફિલ્મોમાં પણ જોવા મળી છે. પોલીસ હવે એ લોકોની પણ પૂછપરછ કરશે, જેણે સૌજન્યા સાથે કામ કર્યું છે. કન્નજ ઇન્ડસ્ટ્રી માટે આ સમાચાર એટલા પણ ચોંકવાનારો છે, કારણ કે તાજેતરમાં જયશ્રી રમૈયાએ પણ આપઘાત કર્યો હતો. તેના આપઘાત પાછળ પણ માનસિગ રોગ અને સ્ટ્રગલ કારણ હતું. જ્યારે આ વર્ષની શરૂઆતમાં ‘બિગ બોસ કન્નડ’ ફેમ ચૈત્ર કૂટૂરે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો

Whatsapp Join Banner Guj