Ahmedabad station

Train schedule change: અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનોથી શરૂ થતી ટ્રેનોના સમયમાં ફેરફાર

Train schedule change: અમદાવાદ ડિવિઝનનું નવું ટાઇમ ટેબલ 01 ઓક્ટોબર થી લાગુ થશે

અમદાવાદ , ૩૦ સપ્ટેમ્બર: Train schedule change: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનથી દોડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેમાંની કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
Train schedule change: અમદાવાદ સ્ટેશન પર ઉપડનાર/આગમન થનાર ટ્રેનો:

  • ટ્રેન નંબર 09031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ સ્પેશિયલ ટ્રેનનો અમદાવાદ સ્ટેશનથી ઉપડવાનો હાલનો સમય 10:55 કલાકને બદલે 10:50 કલાકનો રહેશે.
  • ટ્રેન નંબર 09221 અમદાવાદ-જમ્મુતાવી સ્પેશિયલ ટ્રેનનો અમદાવાદ સ્ટેશનથી ઉપડવાનો હાલનો સમય 11:10 કલાકને બદલે 11:05 કલાકનો રહેશે.
  • ટ્રેન નંબર 09222 જમ્મુતાવી – અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આવવાનો સમય 13:40 કલાકને બદલે 13:45 કલાકનો રહેશે.
  • ટ્રેન નંબર 09402 હિંમતનગર – અસારવા સ્પેશિયલ ટ્રેનનો હિંમતનગરથી ઉપડવાનો હાલનો સમય 05:30 કલાકને બદલે 06:00 કલાકનો રહેશે
  • ટ્રેન નંબર 09401 અસારવા-હિંમતનગર સ્પેશિયલ ટ્રેનનો અસારવા સ્ટેશનથી 19.00 કલાકને બદલે 19:10 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ ટ્રેન મહેસાણાથી 09:20 કલાકને બદલે 08:30 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર 09488 વિરમગામ -મહેસાણા સ્પેશિયલ ટ્રેન વિરમગામથી 07:00 કલાકને બદલે 06:55 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર 09492 વિરમગામ -મહેસાણા સ્પેશિયલ ટ્રેન વિરમગામથી 17:25 કલાકને બદલે 18:25 કલાકે પ્રસ્થાન કરશે.
  • ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ ટ્રેન મહેસાણાથી 19:30 કલાકને બદલે 20:15 કલાકે પ્રસ્થાન કરશે.

આ પણ વાંચો…TV actress soujanya suicide: ટીવીની જાણીતી અભિનેત્રી કર્યો આપઘાત, બેડરૂમમાં પંખા સાથે લટકેલો મળ્યો મૃતદેહ

ડિવિઝન પર સમય પહેલા પહોંચતી અને ઉપડતી ટ્રેનો(Train schedule change)

  • ટ્રેન નંબર 09708 શ્રી ગંગાનગર – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલનો પાલનપુર સ્ટેશન પર હાલના સમય 18:10 કલાકે (આગમન) 18:15 કલાકે (પ્રસ્થાન) ને બદલે 18:00 કલાકે (આગમન) 18:02 કલાકે (પ્રસ્થાન) રહેશે.
  • ટ્રેન નંબર 09438 આબુરોડ-મહેસાણા સ્પેશિયલનો પાલનપુર સ્ટેશન પર હાલના સમય 06:21કલાકે (આગમન) 06:23 કલાકે (પ્રસ્થાન) ને બદલે 06:11 કલાકે (આગમન) 06:13 કલાકે (પ્રસ્થાન) રહેશે.
  • ટ્રેન નંબર 04819 ભગતકી કોઠી-સાબરમતી સ્પેશિયલનો ભિલડી સ્ટેશન પર હાલના સમય 16:25 કલાકે (આગમન) 16:30 કલાકે (પ્રસ્થાન) ને બદલે 16:00કલાકે (આગમન) 16:05 કલાકે (પ્રસ્થાન) રહેશે.
  • ટ્રેન નંબર 04821 જોધપુર-સાબરમતી સ્પેશિયલનો પાલનપુર સ્ટેશન પર હાલના સમય 17:33 કલાકે (આગમન) 17:35 કલાકે (પ્રસ્થાન) ને બદલે 17:18 કલાકે (આગમન) 17:20 કલાકે (પ્રસ્થાન) રહેશે.
  • ટ્રેન નંબર 01089 જોધપુર-પૂણે સ્પેશિયલનો પાલનપુર સ્ટેશન પર હાલના સમય 17:16 કલાકે (આગમન) 17:18 કલાકે (પ્રસ્થાન) ને બદલે 17:01 કલાકે (આગમન) 17:03 કલાકે (પ્રસ્થાન) રહેશે.

અમદાવાદ ડિવિઝન પર આ ટ્રેનો ઉપરાંત અન્ય ઘણી ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવેલ છે.

પેસેન્જરો આ ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે અને આ સ્પેશિયલ ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે પેસેન્જરો www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.

પશ્ચિમ રેલવે દ્વારા પેસેન્જરોને વિનંતી કરવામાં આવી છે કે બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ માપદંડો અને એસઓપીનું પાલન કરશો.

Whatsapp Join Banner Guj