Virat kohli

Complaint Against Virat Kohli: આ ક્રિકેટરોએ કરી હતી વિરાટ કોહલી વિશે ફરીયાદ, ટીમ ઈન્ડિયામાં મતભેદોથી BCCI ચિંતામાં- વાંચો વિગત

Complaint Against Virat Kohli: ઓક્ટોબર મહિનામાં રમાનારા ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટર તરીકે પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની નિમણૂંક કરવામાં આવી છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 30 સપ્ટેમ્બરઃ Complaint Against Virat Kohli: ઓક્ટોબર મહિનામાં રમાનારા ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટર તરીકે પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની નિમણૂંક કરવામાં આવી છે. દરમિયાન એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ધોનીની નિમણૂંક કરવા પાછળનો ઈરાદો ટીમને એક રાખવાનો છે. કારણકે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગરૂમમાં ખેલાડીઓ વચ્ચેના મતભેદ ઘણા વધી ગયા હતા અને ક્રિકેટ બોર્ડ માટે પણ આ સ્થિતિ સંભાળવી મુશ્કેલ થઈ રહી હતી.

બોર્ડના સૂત્રોના હવાલાથી આ મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ટીમના સિનિયર ખેલાડીઓ પૂજારા, રહાણે અને અશ્વિને બોર્ડને ફરિયાદ(Complaint Against Virat Kohli) કરી હતી. એ પછી વાઈસ કેપ્ટન રહાણેએ પણ બોર્ડના સેક્રેટરી જય શાહને કહ્યુ હતુ કે, કેટલાક ખેલાડીઓ ખુશ નથી.

આ પણ વાંચોઃ Kalupur blast case: કાશ્મીરમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન : બે જેહાદીઓની ધરપકડ, કાલુપુર બ્લાસ્ટનો આતંકી 15 વર્ષ બાદ ઝડપાયો

એવુ મનાય છે કે, કોહલી પોતે ખરાબ ફોર્મમાં હતો અને આમ છતા તેણે બીજા ખેલાડીઓ સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ બોર્ડે પોતે ખેલાડીઓ સાથે વાત કરીને મતભેદો દુર કરવાના પ્રયાસો કર્યા હતા. પણ તેની કોઈ અસર દેખાઈ નહોતી.

ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ કોહલીએ અશ્વિનને ઈંગ્લેન્ડ સામેની સિરિઝમાં તક આપી નહોતી. કોચ શાસ્ત્રી અશ્વિનની તરફેણમાં હતા પણ કોહલી જાડેજાને રમાડવા પર અડી ગયો હતો.

આ પણ વાંચોઃ Kartik Aaryan trolled: કાર્તિક આર્યન પોતાની આવનારી ફિલ્મના લુક પર થયો ટ્રોલ- વાંચો વિગત

બીજી તરફ ટી-20 વર્લ્ડ કપ માટે કોહલી ચહલને ટીમમાં રાખવા માંગતો હતો અને રોહિતે અશ્વિનને ટીમમાં લેવા માટે સમર્થન આપ્યુ હતુ અને તેનાથી પણ કોહલી નારાજ થયો હતો.

હવે જ્યારે કોહલીએ વિશ્વકપ બાદ ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે બોર્ડ માની રહ્યુ છે કે, ખેલાડીઓ વચ્ચેના મતભેદો દુર કરવા માટે ધોની સૌથી યોગ્ય વ્યક્તિ છે. ધોનીની હાજરીથી ડ્રેસિંગમાં વાતાવરણ સારૂ થઈ જશે.

Whatsapp Join Banner Guj