Vijay rupani ambaji mandir

Vijay Rupani ambaji puja: વિજયભાઈ રૂપાણી ધર્મપત્ની અજંલિ બેન સાથે રાત્રી રોકાણ અંબાજી ખાતે કરીને વહેલી સવારે અંબાજી મંદિરે મંગળા આરતીમાં પહોંચ્યા હતા

Vijay Rupani ambaji puja: અંબાજી મંદિરે પોતે રાખેલી બાધા પૂર્ણ કરી માતાજી ના મંદિરે ધજા ચઢાવી હતી ને સાથે ગુજરાત નહીં પણ દેશ ભર કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના પણ કરી હતી સાથે તેને જણાવ્યું હતું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૩૦ સપ્ટેમ્બર:
Vijay Rupani ambaji puja: ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાનું મુખ્યમંત્રી પદે થી રાજીનામુ આપ્યા બાદ આજે શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શને પહોંચ્યા હતા જોકે વિજયભાઈ રૂપાણી ધર્મપત્ની અજંલિ બેન સાથે રાત્રી રોકાણ અંબાજી ખાતે કરીને વહેલી સવારે અંબાજી મંદિરે મંગળા આરતીમાં પહોંચ્યા હતા

જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું વિજયભાઈ રૂપાણી અંબાજી મંદિરના ગર્ભગૃહમાં મંગળા આરતી પૂર્ણ થયા બાદ પૂજા અર્ચના સહીત કપૂર આરતી કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં મંદિરના વહીવટદાર એસ જે ચાવડા એ માતાજીનુ શ્રી યંત્ર વિજય ભાઈ રૂપાણી ને સ્મુર્તિ ચિન્હ સ્વરૂપે ભેટ અર્પણ કર્યું હતું ને ત્યાર બાદ વિજયભાઈ રૂપાણી માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે આશીર્વાદ મેળવી રક્ષાપોટલી બાંધવી હતી

Vijay Rupani ambaji puja

આ પણ વાંચો…Complaint Against Virat Kohli: આ ક્રિકેટરોએ કરી હતી વિરાટ કોહલી વિશે ફરીયાદ, ટીમ ઈન્ડિયામાં મતભેદોથી BCCI ચિંતામાં- વાંચો વિગત

ખાસ કરીને વિજયભાઈ રૂપાણી આજે શક્તિપીઠ અંબાજીમાં પોતાની બાધા પુરી કરવા પહોંચ્યા હતા ગુજરાત માં વરસાદ ખેંચાતા વિજયભાઈ રૂપાણીએ સારો વરસાદ થાય તે માટે માતાજીની બાધા રાખી હતી અને રાજ્યભર માં શ્રીકાર વરસાદ થતા આજે અંબાજી મંદિરે પોતે રાખેલી બાધા પૂર્ણ કરી માતાજી ના મંદિરે ધજા ચઢાવી હતી ને સાથે ગુજરાત નહીં પણ દેશ ભર કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના પણ કરી હતી સાથે તેને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ના નવા મંત્રીઓ પ્રજા વચ્ચે જાય અને તેમના આશીર્વાદ મેળવે તે માટે જન આશીર્વાદ યાત્રા નું પણ પ્રારંભ કરાયું છે જે 8 થી 9 તારીખ સુધી ચાલશે.

Whatsapp Join Banner Guj