web series yuddha

Web Series Yuddha: દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી વેબ સિરીઝ “યુદ્ધ”ના શૂટિંગનું શુભ મૂહુર્ત કરાયું

Web Series Yuddha: મેગ્નેટ મીડિયા પ્રોડક્શનની દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલી વેબ સિરીઝ “યુદ્ધ”ના શૂટિંગનું શુભ મૂહુર્ત કરવામાં આવ્યું

અમદાવાદ, 23 માર્ચ: Web Series Yuddha: “યુદ્ધ” ગુજરાતી વેબ સિરીઝ જ્યારથી લખાઈ રહી હતી ત્યારથી તેની રાહ જોવાઈ રહી હતી ત્યારે આજે આ વેબ સિરીઝના શૂટિંગનું શુભ મૂહુર્ત ઉત્સાહભેર ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. જાણીતા મેગ્નેટ મીડિયા પ્રોડક્શન અને સલીલ પટેલ સાથે મળીને આ વેબ સિરીઝ બનાવાઈ રહ્યા છે.

પ્રથમ વખત મેગ્નેટ મીડિયા પ્રોડક્શન સસ્પેન્સ, થ્રીલર વેબ સિરીઝ પર કામ કરી રહ્યું છે મેગ્નેટ મીડિયાના સફળ પ્રોજેક્ટો અત્યાર સુધી થયા છે ત્યારે તેમાં “યુદ્ધ” વેબ સિરીઝનો ઉમેરો કરાયો છે. બીજી મહત્વની વાત એ છે કે, આ વેબ સિરીઝના રાઈટર દેવેન્દ્ર પટેલ છે. આ વેબસિરીઝમાં ડીરેક્ટર કર્તવ્ય શાહ તથા ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફર કુમાર નાયર છે તથા મુખ્ય પાત્રોમાં ચેતન ધનાની પૂજા જોષી અને તુષાર સાધુ છે.

“યુદ્ધ” વેબ સિરીઝની આ વાર્તા 3 મુખ્ય પાત્રો પર આધારિત છે. “સહદેવ” જે પોલીસ ઇન્સ્પેક્ટર છે. “અનાહિતા” જે સહદેવની પત્ની છે. “ધનરાજ” જે એક બિઝનેસમેન છે. અનાહિતા અને ધનરાજ વચ્ચે કેટલીક બાબતોને લઈને યુદ્ધ શરૂ થાય છે. શું આ યુદ્ધ અનાહિતાને બચાવે છે કે નહીં? અને અંતે ધનરાજનું શું થાય છે? તે આ વેબસિરીઝમાં બતાવવામાં આવ્યું છે. સસ્પેન્સ થ્રીલર અદભૂત વાર્તા પ્રથમ વખત આ પ્રકારની ગુજરાતી વેબ સિરીઝમાં જોવા મળશે.

દેવેન્દ્ર પટેલે આ વેબ સિરીઝ સ્ટોરીને ખૂબ જ સુંદર રીતે લખી છે. તેઓ ખૂબ જ અનુભવી રાઈટર છે. જેમના લેખો ખૂબ જ લોકો વાંચે છે ત્યારે આ વાર્તા પણ ખૂબ રોચક છે. તેમણે 60થી વધુ પુસ્તકો લખ્યા છે. એટલું જ નહીં દૂરદર્શન અને સબ ટીવી પર પ્રસારિત થતા શો માટે નાટકો અને સ્ક્રિપ્ટો પણ લખી છે.

મેગ્નેટ મીડિયા પ્રોડક્શન વિશે

મેગ્નેટ મીડિયા પ્રોડક્શનમાં ફિલ્મ મેકિંગ, ઇન-ફિલ્મ બ્રાન્ડિંગ અને ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ જેવી કામગિરી કરે છે. મેગ્નેટ મીડિયાએ સફળ વેબસિરીઝ “વાત વાતમા” અને વાત વાતમા-સીઝન-2નું નિર્માણ કર્યું હતું. જેણે પ્રેક્ષકોને હાસ્ય અને લાગણીઓથી જોડ્યા હતા. મેગ્નેટ મીડિયાએ પણ સુપરહિટ “ધુમ્મસ”નું પણ નિર્માણ કર્યું છે અને “53મું પાનું”ની વ્યાપક પ્રશંસા પણ મેળવી છે. મેગ્નેટ મીડિયા આગામી સમયમાં અંગ્રેજી મૂવી “રેસ્ક્યુ ઇન પેરેડાઇઝ” લઈને પણ આવી રહ્યું છે.

આ પણ વાંચો:-Jail sentence for rahul gandhi: ‘મોદી સરનેમ’ નિવેદન કેસમાં રાહુલ ગાંધી દોષિત કરાર, થઇ આટલા વર્ષની સજા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *