Mega Blood Donation

Mega Blood Donation: PMના જન્મદિવસે મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો થયો પ્રારંભ

Mega Blood Donation: સરકારી યોજનાના લાભ છેવાડાના માનવી સુધી સતત પહોંચાડવામાં આવી રહ્યા છે

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ Mega Blood Donation: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સમાજના સૌ આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે. નરેન્દ્ર ભાઈ મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે. સામાન્યમાં સામાન્ય અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચાડવા માટે નરેન્દ્ર ભાઈના સતત પ્રયાસો રહ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

500debd5 6bc7 42ed b012 b30ac0538482

આ પણ વાંચોઃ 42 lakh rupees notes rotted in PNB bank: PNBમાં 42 લાખ રૂપિયાની નોટો સડી ગઈ, 4 અધિકારીને સસ્પેન્ડ કરાયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રકારના લોકઉપયોગી આયોજન થકી સમાજમાં જાગૃતિ આવે છે. વધુમાં વધુ યુવાનો અને સમાજ આવા અભિયાનમાં જોડાય તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અપીલ પણ કરી હતી.

4ed9bedd 67be 4203 82c9 5da53e3b9220

આ અવસરે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવના સલાહકાર મુકેશ ગુગલિયાએ જણાવ્યું કે અમારો લક્ષ્યાંક દેશ અને વિદેશમાં પ્રવાસી ભારતીય નાગરિકો દ્વારા આશરે 2000 રક્તદાન શિબિરોનું આયોજન કરીને અંદાજે 1,50,000 યુનિટથી વધુ રક્તદાન મેળવવાનો છે. આ સંસ્થાએ પૂર્વમાં પણ 2012 અને 2014માં એક લાખથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનો નામ નોંધાવ્યું છે

આ અવસરે કાઉન્સિલરઓ, તેરાપંથ યુવક પરિષદ અમદાવાદના પ્રમુખ, સભ્યઓ, મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ સાથે સંકળાયેલા વોલિયનટીયર્સ, સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ 8 foreign leopards arrived in India: ભારતની ધરતી પર પહોંચ્યા 8 વિદેશી ચિત્તા, વડાપ્રધાન મોદીએ આપી જાણકારી

Gujarati banner 01