INCOME TAX

આજથી બદલાઇ ગયા Bank,LPG,Google, ઇન્કમટેક્સ સહિત આ તમામ નિયમ(change rules) , વાંચો સંપૂર્ણ વિગત

બિઝનેસ ડેસ્ક, 01 જૂનઃ change rules: આજથી બેન્ક, ઇન્કમટેક્સ, ગૂગલથી જોડાયેલા કેટલાક નિયમ બદલાઇ રહ્યા છે. ખાસ કરીને બેન્ક ઓફ બરોડા (Bank Of Baroda), કેનરા બેન્ક (Canara Bank) અને સિન્ડિકેટ બેન્ક (Syndicate Bank) સાથે જોડાયેલા ગ્રાહકો માટે આ મહિનો મહત્વનો છે. બીજી તરફ, LPG રસોઇ ગેસ સિલિન્ડરના નવા ભાવ પણ જાહેર થઇ શકે છે. જૂન મહિનામાં કેટલાક નિયમ બદલાઇ ગયા છે તેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.

  • બેન્ક ઓફ બરોડા ગ્રાહકો માટે ચેકથી પેમેન્ટ કરવાની રીત બદલાઇ(change rules) ગઇ છે. છેતરપિંડીનો શિકાર થવાથી બચાવવા માટે બેન્કે ગ્રાહકો માટે પોઝિટિવ પે કન્ફર્મેશન (Positive Pay Confirmation) જરૂરી કરી દીધુ છે. પોઝિટિવ પે સિસ્ટમ એક પ્રકારથી છેતરપિંડીથી ફ્રોડ પકડનારાઓનું ટૂલ છે. બેન્કના અધિકારીઓ અનુસાર, ગ્રાહકોને 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધુના બેન્ક ચેક જાહેર કરતા સમયે પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેકની ડિટેલ્સને રિકન્ફર્મ કરવુ પડશે.
  • આ નવી વ્યવસ્થા હેઠળ જ્યારે કોઇ ગ્રાહક ચેક જાહેર કરશે તો તેણે પોતાની બેન્કને પુરી ડિટેલ આપવી પડશે. ચેકથી ચુકવણી કર્યા પહેલા આ ડિટેલ્સને બેન્ક કર્મી ક્રોસ-ચેક કરશે. જો બધુ બરાબર છે તો પેમેન્ટ થઇ જશે પરંતુ જેમાંથી કોઇ ગડબડ જોવા મળે છે તો બેન્ક કર્મી તે ચેકને રિજેક્ટ કરી દેશે.
Whatsapp Join Banner Guj
  • ઇન્કમટેક્સ રિટર્નની તારીખ ભલે વધારી દેવામાં આવી હોય પરંતુ લોકો સમય પહેલા ઇ-ફાઇલિંગ કરવા માંગે છે. જોકે, જો તમે પણ આવુ વિચારી રહ્યા છો તો તમારે 6 દિવસ રોકાવુ પડશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, 1 જૂન 2021થી લઇને 6 જૂન 2021 સુધી વિભાગની ઇ-ફાઇલિંગ સર્વિસ કામ નહી કરે.
  • ટેક્સપેયર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખતા ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગનું નવુ પોર્ટલ લોન્ચ કરવા જઇ રહ્યુ છે. આ પોર્ટલ પહેલાની વેબસાઇટથી વધુ સુવિધાજનક હશે. www.incometaxindiaefiling.gov.inથી નવા પોર્ટલ www.incometaxgov.in પર ડેટા માઇગ્રેશનનું કામ પુરૂ થઇ ગયુ છે. 7 જૂને નવો પોર્ટલ લોન્ચ થવા (change rules)જઇ રહ્યુ છે.
  • સિન્ડિકેટ બેન્કનું કેનરા બેન્કમાં વિલય કરવામાં આવ્યુ છે. કેનરા બેન્કની વેબસાઇટ પર જાણકારી અનુસાર, 1 જુલાઇથી સિન્ડિકેટ બેન્કનો IFSC કોડ બદલાઇ જશે. સિન્ડિકેટ બેન્કના ગ્રાહકોને નવો IFSC કોડ 30 જૂન સુધી અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. કેનરા બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પર નવા IFSC કોડ વિશે જાણકારી(change rules) મળશે.
  • 1 જૂનથી ગૂગલ એક મોટો બદલાવ કરી રહ્યુ છે. Googleની સેવાઓ હેઠળ તમારી સ્ટોરેજ સીમિત થવાની છે. ગૂગલ પોતાના યૂઝર્સને 15 GBની સ્પેસ જ મફતમાં આપશે. તેનાથી વધુ સ્પેસ માટે પેમેન્ટ કરવુ પડશે. એટલે તમે Gmail, Google Photos, ગૂગલ ડ્રાઇવમાં આ સીમિત 15 જીબી સ્પેસ જ મફતમાં યૂઝ કરી શકશો. હવે તમને અનલિમિટેડ ફોટો અપલોડ કરવાથી પણ બચવુ પડશે. બીજી તરફ ફાઇલ, ઇમેજ, વીડિયો યુક્ત મેલને પણ જરૂરતના હિસાબથી જ ઇનબોક્સમાં રાખવુ પડશે.
change rules
  • કેન્દ્ર સરકાર 15 જૂનથી ગોલ્ડ હોલમાર્કિગ (Gold Hallmarking)ના નિયમ લાગુ કરવા જઇ રહી છે, તે બાદ દેશમાં માત્ર હોલમાર્ક ધરાવતી જ્વેલરી જ વેચાશે, જેને આ વર્ષે જાન્યુઆરીમાં લાગુ થવાનું હતુ પરંતુ કોરોનાને કારણે તારીખ વધારીને 1 જૂન કરી દેવામાં આવી (change rules)હતી, ફરી તેને વધારીને 15 જૂન કરી દેવામાં આવી છે.
  • KVP, PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ જેવી Small Saving Schemesની વ્યાજ દરમાં પણ આ મહિને બદલાવ(change rules) થવાનો છે. સરકાર તરફથી દર ત્રણ મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના નવા વ્યાજદર લાગુ થાય છે. ગત 31 માર્ચે વિત્તિણ વર્ષ 2020-21ની અંતિમ ત્રિમાસીક ખતમ થવા પર જૂનાથી ઘટીને નવા વ્યાજ દર જાહેર કરવામાં આવ્યા હતા જેને 24 કલાકની અંદર પરત લઇ લેવામાં આવ્યા હતા. કેટલીક વખત એવુ થઇ ચુક્યુ છે કે જૂના વ્યાજ દર જ રિવાઇઝ કરી દેવામાં આવે છે. હવે 30 જૂનથી ફરી નવા વ્યાજ દર લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો….

Gujarat corona update: તંત્રએ લીધો રાહતનો શ્વાસ નવા કેસ ઘટાડો અને મૃત્યુઆંક 20થી ઓછો…! વાંચો સંપૂર્ણ વિગત