Elon Musk

Elon musk property: ટ્વિટરની ચકલી જતા જ મસ્કની સંપત્તિ ડૂબી, બચ્યા માત્ર આટલા જ પૈસા

Elon musk property: એલન મસ્કની 7 અબજ ડોલરની સંપત્તિ એક જ ઝટકા માં જ ડૂબી ગઈ

બિજનેસ ડેસ્ક, 07 એપ્રિલ: Elon musk property: વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક એલન મસ્ક તેમના ચોંકાવનારા નિર્ણયો માટે વિશ્વભરમાં કુખ્યાત છે. હાલમાં જ, મસ્કે ટ્વિટરના પ્રખ્યાત પક્ષીનો લોગો હટાવી દીધો અને ડોજ નામના કૂતરાને લોગોમાં સ્થાન આપી દીધું. પરંતુ મસ્કનો આ પ્રયોગ તેમના પર જ ભારે પડ્યો છે.

ટ્વિટરનું પક્ષી ઉડતા જ એલન મસ્કની સંપત્તિ પણ અચાનક ઉડવા લાગી અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી મોટી કંપનીઓના સીઈઓ એલન મસ્કની 7 અબજ ડોલરની સંપત્તિ એક જ ઝટકાંમાં જ ડૂબી ગઈ.

ટેસ્લાના શેરમાં મોટો ઘટાડો

ટ્વિટરનો લોગો બદલવાનો એલન મસ્કનો નિર્ણય તેમની અન્ય કંપની ટેસ્લાના રોકાણકારોને નાપસંદ આવ્યો અને ધડાધડ શેરોમાં વેચવાળી શરુ થઈ ગઈ. કાલના ટ્રેડિંગમાં ટેસ્લાના શેર અચાનક ધડામ થઈ ગયા અને આ ઘટાડો આજે પણ ચાલુ છે. અત્યાર સુધી ટેસ્લાના શેર 2.19 ટકા ઘટીને 192.58 ડોલર પર આવી ગયા છે. આ ઘટાડાથી મસ્કની સંપત્તિ પર અસર પડી છે, જેના કારણે તેમની નેટવર્થમાં લગભગ 9 બિલિયન ડોલરનો ઘટાડો થઈ ગયો છે.

મસ્કની સંપત્તિ ઉડી ગઈ

શેરોમાં સતત ઘટાડાને કારણે એલન મસ્કની નેટવર્થ સતત ઘટી રહી છે. એલન મસ્કની નેટવર્થ ગઈ કાલે 9 બિલિયન ડોલર સુધી ઘટી ગઈ છે. અત્યાર સુધીમાં એલન મસ્કની કુલ સંપત્તિ ઘટીને 192.8 બિલિયન ડોલર થઈ ગઈ છે. ટ્વિટરનો લોગો બદલ્યાના બે દિવસ બાદ એલન મસ્કની સંપત્તિમાં લગભગ 10.4 ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે.

ઘટાડાનું એક કારણ આ પણ છે

એલન મસ્કની સંપત્તિમાં ઘટાડો સમય એવા સમયે આવ્યો છે જ્યારે એલન મસ્કને ટેસ્લા તરફથી રાહત મળી છે. ટેસ્લાએ તાજેતરમાં જ વેચાણ અને ઉત્પાદનના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા ઘણા સારા છે, પરંતુ તેમ છતાં રોકાણકારોનો વિશ્વાસ ટેસ્લા પર ટકતો દેખાઈ રહ્યો નથી. જણાવી દઈએ કે ટ્વિટર અધિગ્રહણ કર્યા પછીથી જ એલન માસ્કની સંપત્તિમાં ઘટાડો થવાનો શરુ થયો છે. 

આ પણ વાંચો: Kumkum swaminarayan madir: કુમકુમ મંદિર દ્વારા આરોગ્ય સહાય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો