Kumkum swaminarayan madir: કુમકુમ મંદિર દ્વારા આરોગ્ય સહાય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

Kumkum swaminarayan madir: પ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, લેબોરેટરીઓ અને ર૭ થી વધુ ડોક્ટરો સેવા આપશે- સાધુ પ્રેમવત્સલદાસ

અમદાવાદ, 07 એપ્રિલ: Kumkum swaminarayan madir: સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર- દ્વારા આરોગ્ય સહાય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે પ્રેમવત્સલદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામીની સ્મૃતિ માટે આ આરોગ્ય સહાય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની અંદર પ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, ૩ પેથોલોજી, ૩ એક્સ રે- સોનોગ્રાફી સેન્ટર, ૧ કેમિસ્ટ અને ર૭ થી વધુ ડોક્ટરો જોડાયા છે અને ભવિષ્યમાં હજુ વધુ જોડાશે.

આ સર્વે આરોગ્ય સહાય કેન્દ્ર દ્વારા જે કોઈ વ્યક્તિ તેમની પાસે જશે તેને સારી સેવા આપશે અને કુમકુમ મંદિરના સંતોની ભલામણથી જનાર દરેકને અમુક ટકા તેમને સહાય ફાળવશે. આ આરોગ્ય સહાય કેન્દ્રની સેવા માટે ૯૬૩૮૭૦૭૦૦૦ ઉપર સંપર્ક કરવો. આ પ્રસંગે વિધ વિધ હોસ્પીટલના ડોક્ટરો, સી.ઈ.ઓ., ડાયરેક્ટરો, ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેર એન્ડ ક્યોર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો. પરેશભાઈ શાહ, ડો.કિરણભાઈ શાહ, ડો.સંદીપભાઈ શાહ, સી.ઈ.ઓ મિહીરભાઈ જાની. નારાયણા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના જનરલ મેનેજર અસિમભાઈ ચૌધરી અને પી.આર.ઓ વૈભવભાઈ ગ્રીનકોસ પેથોલોજી એન્ડ મોલેક્યુલર લેબોરેટરીના ડાયરેક્ટર દિલીપભાઈ શાહ અને ચેતનભાઈ.

આરોગ્યમ્‌ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ સી.ઈ.ઓ. હરીશભાઈ ઠક્કર અને ડો. શિખરભાઈ ઠક્કર. આ ઉપરાંત આ પ્રસંગે ડો.યોગેનભાઈ ઠક્કર, ડો. ભૌમિક ઠક્કર, ડો.કૌશલભાઈ ઠક્કર, ડો. સ્નેહલભાઈ કાળે, ડો.ઈશાન ઠક્કર ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સર્વ સંતો અને ઉપસ્થિત ડોક્ટરોએ આરોગ્ય સહાય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ કુમકુમ મંદિર દ્વારા સર્વનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: Kedar Dham Kapaat Open: શિવભક્તો માં ખુશીની લહેર! આ તારીખે ખુલશે કેદારધામ ના કપાટ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો