murder

Attempted murder: ભરબજારમાં એક શખ્સે યુવકને ધારિયા વડે રહેંશી નાખતા લોકોમાં ફફડાટ ફેલાયો, હુમલામાં ઘાયલ યુવક સારવાર હેઠળ

Attempted murder: હિન્દુ-મુસ્લિમ યુવકો વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા મામલો ઉગ્ર બન્યો

ગાંધીનગર, 13 સપ્ટેમ્બરઃ Attempted murder: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં હત્યાની કોશિશની સનસની ઘટના સામે આવી છે. ભર બજારમાં એક શખ્સે યુવકને ધારિયા વડે રહેંશી નાખતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. તો ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી. યુવક હાલ સારવાર હેઠળ છે, તો બીજી તરફ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. હુમલામાં ઘાયલ આરોપીની ઓળખ હજુ થઇ નથી..

સુત્રોથી મળતી માહિતી મુજબ, દહેગામ શહેરમાં બસસ્ટેન્ડ નજીક એક હિન્દુ-મુસ્લિમ યુવકો વચ્ચે કોઇ બાબતે ઝઘડો તથા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં મુસ્લિમ યુવકે ધારિયા વડે યુવક પર હત્યાના ઇરાદે ઉપરા છાપરી ઘા મારી રહેંશી નાખ્યો હતો. લોહીથી લથબથ યુવકને જોઇ લોકોમાં ફફરાટ ફેલાઇ ગયો હતો, ભારે અફરાતફરી મચી ગઇ હતી. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Ambaji: ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રાખવાની વાત છંતા પદયાત્રીઓ ઘસારો યથાવત, 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી- વાંચો વિગત

આ મામલે પોલીસે હુમલો કરનાર યુવકની અટકાયત કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ હુમલામાં ઘાયલ યુવક સારવાર હેઠળ છે, તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Whatsapp Join Banner Guj