pagpala sangh image

Ambaji: ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રાખવાની વાત છંતા પદયાત્રીઓ ઘસારો યથાવત, 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી- વાંચો વિગત

Ambaji: મેળો ને મંદિર બંધ રાખવા કે ચાલુ રાખવા બાબતે કોઈ ચોક્કસ પણે નિર્ણય લેવાયો નથી તેમ છતાં આવતી કાલ થી મેળા ની શરૂઆત થવા જઈ રહી છે

અંબાજી, 13 સપ્ટેમ્બર: Ambaji: યાત્રાધામ અંબાજી માં ગત વર્ષે કોરોના મહામારી ને લઈ ભાદરવી પૂનમ નો મહામેળો મોકૂફ રખાયો હતો ને ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેર ને લઈ અંબાજીના મેળાને લઈ ભારે અસમંજસતા જોવા મળી રહી છે ને મેળો ને મંદિર બંધ થઈ શકે છે તેવી દુવિધા ને લઈ લાખો પદયાત્રીઓ એ વહેલા પદયાત્રા પૂર્ણ કરી છે ને હજી પણ પદયાત્રીઓ નો ઘસારો અવિરત પણે ચાલુ છે.

આ પણ વાંચોઃ Moonmoon Dutta erupted:મુનમુન દત્તા રાજ અનાદકટ સાથેની અફેરની ચર્ચા પર ભડકી, સોશિયલ મીડિયા પર કહી આ મોટી વાત- વાંચો વિગત

જોકે મેળો ને મંદિર બંધ રાખવા કે ચાલુ રાખવા બાબતે કોઈ ચોક્કસ પણે નિર્ણય લેવાયો નથી તેમ છતાં આવતી કાલ થી મેળા ની શરૂઆત થવા જઈ રહી છે તે પૂર્વે વહીવટી તંત્ર કામે લાગ્યું છે ને પોલીસ ના કંટ્રોલ રૂમ પોલીસ વ્યવસ્થા ના, માચડા, ટ્રાફિક નિયંત્રણ ના બેરીકેટ, સહિત મોટો પોલીસ કાફલો પણ અંબાજી માં તૈનાત કરી દેવાયો છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વોટરપ્રુફ મંડપ બાંધી દેવાયા છે જ્યારે અંબાજી આવતા લાખો પદયાત્રીઓ ને પરત પોતાના ઘરે જવા માટે ની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે જોકે દરવર્ષે એસટી વિભાગ એક હજાર ઉપરાંત એસટી બસ ની વ્યવસ્થા ઉભું કરતું હતું તેની જગ્યા એ ચાલુ વર્ષે મેળા ની અસમનજસતા વચ્ચે પણ રેગ્યુલર રૂટ ઉપરાંત વધારા ની 100 જેટલી એસટી બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે ને જરૂરીયાત જણાશે તો વધુ એસટી બસો પણ મુકવાની તૈયારીઓ રાખી