injured

Bhavnagar young man injured: ભાવનગર શહેરનાં અલકા સિનેમા પાસે યુવાન પર છરીના ઘા ઝીંકાયા

Bhavnagar young man injured: યુવાનને સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતો


અહેવાલ: અનિલ વનરાજ

ભાવનગર, ૧૮ જુલાઈ: Bhavnagar young man injured: તું મારી સામે જોઈને કેમ કાતર મારે છો તેવું કહીને યુવાન પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શખ્સ નાસી ગયો, અલકા સિનેમા પાસે મોડી રાત સુધી ચા લારીની દુકાન શરુ રાખવાની મંજૂરી કોણે આપી છે..? તે પણ પ્રશ્ન છે, અલકા સિનેમા પાસે અવાર-નવાર ઝઘડા ઓ થતા હોય તેવા બનાવો સામે આવતા હોય છે

ભાવનગર શહેરના અલકા સિનેમા પાસે ગઈકાલ રાત્રે સામાન્ય બાબતે (Bhavnagar young man injured) એક યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા, મળતી માહિતી અનુસાર ગત રાત્રીના સમયે મોહમ્મદ ચા વાળાની સામે તબરેજ શેખ નામનો યુવાન મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો તે દરમિયાન સૂર્યદીપસિંહ વાળા નામના વ્યક્તિ આવી પહોંચી અને કહેલ કે તું મારી સામે કેમ જોવે છો તેવું કહીને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને સૂર્યદીપસિંહ વાળા તબરેજ શેખ પર છરી વડે હુમલો કરી બનાવ સ્થળેથી નાસી ગયો હતો,

આ પણ વાંચો…Rajkot water supply: રાજકોટ શહેર માં નર્મદા નું 300 ક્યુસેક પાણી આપવાનો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો નિર્ણય.

યુવાનને સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતો, આ બનાવને લઇ એ.ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રશ્ન એ છે કે કોરોના મહામારીમાં મોડી રાત્રીના સમય સુધી અલકા સિનેમા ચોકમાં દરોજ મહેફિલો જામતી હોય છે ચા-લારી વાળાની દુકાન મોડે સુધી શરુ હોવા થી શહેરના અનેક યુવાનો ત્યાં એકઠા થાય છે અને કોઈને કોઈ બનાવ સામે આવતા હોય છે.

Whatsapp Join Banner Guj