murder

BJP leader killed: ભાજપના નેતાની હત્યા, દુકાનની સામે જ કુહાડીના ઘા મારીને કરી ઘાતકી હત્યા

BJP leader killed: કુહાડીના હુમલાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થયું

નવી દિલ્હી, 27 જુલાઇઃ BJP leader killed: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મંગળવારે ભાજપના યુવા નેતા પ્રવીણ નેટ્ટારુની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નેટ્ટારુ ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ હતા. પોલીસે કેસ નોંધ્યો છે. જો કે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.બીજી તરફ ભાજપના કાર્યકરોએ ધરપકડની માંગ સાથે દેખાવો શરૂ કર્યા છે.

મોડી રાત્રે રસ્તા પર ભારે હોબાળો થયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.વેપારી નેતાની હત્યા કરીઆ ઘટના બેલ્લારે વિસ્તારમાં મૃતક ભાજપનાં કાર્યકરની દુકાનની સામે બની હતી.

આ પણ વાંચોઃ Electricity bill 3400 crores: ઘરનું વીજળી બિલ 3400 કરોડ, ઉર્જા મંત્રીના શહેરમાં મોટી બેદરકારી- એક કર્મચારી ડિસમિસ, એક સસ્પેન્ડ

પ્રવીણ પોલ્ટ્રીની દુકાન ચલાવે છે, જ્યારે તે દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ બાઇક પર આવીને તેનો રસ્તો રોક્યો હતો. જ્યારે દુકાન બંધ હતી ત્યારે ત્યાં વધું લોકો ન હતા, તેથી કોઈ મદદ કરવા આવી શક્યું ન હતું.

કુહાડીના હુમલાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હતું.આ ઘટના બાદ જિલ્લાના ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. માડી રાતે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ પ્રવીણ માટે ન્યાયની માંગણી કરી હતી. કાર્યકરોએ ‘અમને ન્યાય જોઈએ છે’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન તેમણે આરોપીઓની ધરપકડ કરવાની માંગણી કરી.

આ પણ વાંચોઃ School van accident: બાઇક સાથે ટક્કર બાદ વીજ પોલ સાથે અથડાઈ સ્કૂલ વાન, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ

આ પણ વાંચોઃ PM sabar inaugurate dairy and many projects: આવતી કાલે PM મોદી ગુજરાતની મુલાકાતે, કરશે સાબર ડેરીના 3 પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

Gujarati banner 01