tiger disha 1 1622620508477 1622620515673

Tiger disha breakup: છ વર્ષના ડેટિંગ બાદ ટાઇગર શ્રોફ અને દિશા પટનીએ થયુ બ્રેકઅપ, વાંચો વિગત

Tiger disha breakup: બંનેએ 2018માં ફિલ્મ ‘બાગી 2’માં પહેલી વાર સાથે કામ કર્યું હતું

બોલિવુડ ડેસ્ક, 27 જુલાઇઃTiger disha breakup: બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ તથા દિશા પટની અલગ થઈ ગયા હોવાની ચર્ચા બી ટાઉનમાં જોરશોરથી થઈ રહી છે. દિશા પટની તથા ટાઇગર શ્રોફ છેલ્લાં છ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા.

જોકે, તેઓ હવે અલગ થઈ ગયા છે.બંને હાલમાં સિંગલ છેસૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટાઇગર તથા દિશા હવે કપલ તરીકે સાથે નથી. બંનેએ અલગ થવાનો નિર્ણય કેમ લીધો તે હજી કોઈને ખ્યાલ નથી, પરંતુ હવે બંને સિંગલ છે. બંનેએ 2018માં ફિલ્મ ‘બાગી 2’માં પહેલી વાર સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે વિવિધ મ્યૂઝિક વીડિયોમાં સાથે કામ કર્યું હતું. ‘બાગી 3’માં દિશા પટનીએ એક સોંગ કર્યું હતું.

છેલ્લાં એક વર્ષથી બંને વચ્ચે કંઈ ઠીક નહોતુંસૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશા તથા ટાઇગર વચ્ચેના સંબંધોમાં છેલ્લા એક વર્ષથી ઉતાર-ચઢાવ આવતા હતા. જોકે, તેમણે આ વાત કોઈના ધ્યાનમાં ના આવે તે રીતે છુપાવીને રાખી હતી. જોકે, છેલ્લાં કેટલાંક મહિનાથી તેમની વચ્ચે કંઈ જ ઠીક નહોતું અને અંતે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

આ પણ વાંચોઃ BJP leader killed: ભાજપના નેતાની હત્યા, દુકાનની સામે જ કુહાડીના ઘા મારીને કરી ઘાતકી હત્યા

ટાઇગર શ્રોફના મિત્રે નામ ના આપવાની શરતે કહ્યું હતું કે તેમને થોડાં અઠવાડિયા પહેલાં જ બંનેના બ્રેકઅપની જાણ થઈ હતી. ટાઇગરે તેના મિત્રોને હજી સુધી આ અંગે કોઈ વાત કહી નથી. તે હાલમાં પોતાના કામ પર ફોકસ કરવા માગે છે. તેના પર બ્રેકઅપની વધુ અસર થઈ નથી.

આ પણ વાંચોઃ Electricity bill 3400 crores: ઘરનું વીજળી બિલ 3400 કરોડ, ઉર્જા મંત્રીના શહેરમાં મોટી બેદરકારી- એક કર્મચારી ડિસમિસ, એક સસ્પેન્ડ

Advertisement
Gujarati banner 01