accident 1

School van accident: બાઇક સાથે ટક્કર બાદ વીજ પોલ સાથે અથડાઈ સ્કૂલ વાન, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ

School van accident: અકસ્માતની આ સમગ્ર ઘટના બાજુમાં આવેલી એક કંપની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ

વલસાડ, 27 જુલાઇઃ School van accident: વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની સરહદ પર આજે એક સ્કૂલ વાનને અકસ્માત (School van accident) સર્જાયો હતો. ઉમરગામ અને મહારાષ્ટ્રના સાતપાટી ગામ નજીક રોડ પરથી પૂર ઝડપે દોડી રહેલી એક સ્કૂલ વાનની એક બાઈક સાથે ટક્કર થઈ હતી.

બાઈક સાથે ટક્કર થયા બાદ સ્કૂલ વાન વીજ થાંભલા સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી. અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ સ્કૂલ વાનમાં નવ બાળકો અને એક શિક્ષિકા સવાર હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના બાજુમાં આવેલી એક કંપની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

બનાવ બન્યા બાદ નજીક આવેલી કંપનીના કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલી સ્કૂલ વાનમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર મહારાષ્ટ્રના સાતપાટી નજીક સ્કૂલ વાનને નડેલા આકસ્માતના લાઈવ દ્રશ્યોનો સીસીટીવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ PM sabar inaugurate dairy and many projects: આવતી કાલે PM મોદી ગુજરાતની મુલાકાતે, કરશે સાબર ડેરીના 3 પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

આ પણ વાંચોઃ Dedicated policy: સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી dedicated પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ દેશભરમાં ગુજરાતે મેળવ્યું

Gujarati banner 01