12 year old daughter suicide

Woman commits suicide at police station: રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરી આત્મહત્યા, જાણો શું છે મામલો?

Woman commits suicide at police station: આજે સવારે રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી

રાજકોટ, 22 મેઃ Woman commits suicide at police station: રાજ્યના રાજકોટ શહેરથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, જેમાં એક મહિલાએ આજે સવારે રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નયના નામની આ મહિલાને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા. આ વ્યક્તિ ઉપર થોડા દિવસો પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાની તપાસ ચલાવી રહેલી પોલીસે ભોગ બનનારા પુરૂષની ઘણી પૂછપરછ કર્યા પછી પણ કોણે હુમલો કર્યો કે કોણે હુમલો કરાવ્યો તેની વિગતો નહોતી મળી. 

પોલીસે નયના બેનને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા

આ ઘટના અંગે વધારે તપાસ કરવા અને શકય હોય કે હુમલાખોરો અંગે પ્રેમિકા પાસે કોઈ વિગત હોય એવી ધારણાથી પોલીસે નયના બેનને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા.

આ પણ વાંચોઃ PMSBY: વાર્ષિક બેંક ખાતામાંથી કપાશે 12 રૂપિયા, સાથે મળશે આટલા લાખનો લાભ – જાણો શું છે સ્કીમ?

પૂછપરછ બાદ નયના પોલીસ સ્ટેશનમાં જ આખી રાત હતી. સવારે વોશરૂમ જવાનું કહી તેણે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં પ્રવેશ કર્યો હતો. 

ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

આ પછી લાંબો સમય બાથરૂમમાંથી બહાર નહીં આવતા પોલીસે તપાસ કરી હતી જ્યાં અંદર નયનાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચોઃ Apple’s look at India: એપલ કંપની ચીનને આપશે ઝટકો! કોવિડ પ્રતિબંધ અને ‘ડ્રેગન’ના આ દાવપેચથી થયુ નુકસાન, ભારત પર નજર- રિપોર્ટ

Gujarati banner 01