heroin seized from shahinbag

50kg of heroin seized from Shahin Bagh: દિલ્હી NCB એ 50 કિલો હેરોઇનનો જથ્થો શાહીન બાગ થી પકડી પાડી

50kg of heroin seized from Shahin Bagh: ગુજરાત એ.ટી.એસ.તથા DRIએ સાથે મળી મળેલ બાતમીના આધારે કંડલા બંદરે ઓપરેશન હાથ ધરી સંદિગ્ધ કન્સાઇનમેન્ટની તપાસ કરતા તેમાંથી ૨૦૫.૬ કિલોગ્રામ કિં રૂ. ૧૪૩૯ કરોડનું હેરોઇન પકડી પાડવામાં આવેલ

અમદાવાદ, 29 એપ્રિલ: 50kg of heroin seized from Shahin Bagh: ગુજરાત રાજ્યમાં આતંકવાદ અને કોઇ પણ પ્રકારની ઘુસણખોરી તથા નાર્કોટીક્સની બદી સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ છે તથા નશીલા પદાર્થ સામે ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતી અન્વયે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગુજરાત રાજ્યમાં કોઇ પણ પ્રકારની આતંકવાદી ઘટના ન બને તથા ગુજરાત રાજ્યના ૧૬૦૦ કિ.મી. જેટલા સંવેદનશીલ દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની ગેરકાયદેસર ની પ્રવૃત્તિ ન થાય તે અંગે સતત તકેદારી રાખવામાં આવેલ છે તથા ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન પ્રેરિત નાર્કોટિક્સ સિન્ડીકેટનો નિશાનો ન બને તે માટે ગુજરાત એ.ટી.એસ, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજેન્સીઓ કટિબદ્ધ છે.

ગુજરાત એ.ટી.એસ.તથા DRIએ સાથે મળી મળેલ બાતમીના આધારે કંડલા બંદરે ઓપરેશન હાથ ધરી સંદિગ્ધ કન્સાઇનમેન્ટની તપાસ કરતા તેમાંથી ૨૦૫.૬ કિલોગ્રામ કિં રૂ. ૧૪૩૯ કરોડનું હેરોઇન પકડી પાડવામાં આવેલ. આ કન્સાઇનમેન્ટ ઉત્તરાખંડની કોઇ ફર્મ દ્વારા અફઘાનીસ્તાન બંદર અબ્બસ પોર્ટ પરથી મંગવવામાં અવેલ હતું.

વધુમાં એ.ટી.એસ.ને બાતમી મળેલ બાતમી આધારે એ.ટી.એસ. તથા કોસ્ટગાર્ડ ભારતની જળસીમામાં 1181થી ૧૪ નોટીકલ માઇલ અંદર બાતમી વાળી બોટ નામે અલ હજ વાળી આવતા તેને આંતરી અને તેમાં જઈ સર્ચ કરતા, આ પાકિસ્તાની બોટ અલ હજ માં નવ જેટલા પાકિસ્તાની તથા તેમના કબજામાં રહેલ ૫૬ પેકેટ (અંદાજે ૫૬ કિલોગ્રામ) કિં રૂ. ૨૮૦ કરોડનું હેરોઈન મળી આવેલ. જે અંગે એ.ટી.એસ. ખાતે ગુનો રજીસ્ટર કરી આ તમામ નવ પાકિસ્તાની ખલાસીઓને અટક કરી તથા બોટ તથા આ હેરોઇનનો જથ્થો કબ્જે કરવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

50kg of heroin seized from Shahin Bagh

અને આ પકડાયેલ પાકિસ્તાની બોટ તથા પાકિસ્તાની ખલાસીઓ તથા પકડવામાં આવેલ હેરોઇન અંગેની વધુ તપાસ એ.ટી.એસ. દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે એ.ટી.એસ. ઉત્તર ભારતના જુદાં જુદાં રાજ્યોમાં તથા અન્ય રાજ્યોમાં દરોડા પાડવાની કાર્યવાહી અંગે અલગ અલગ ટીમો બનાવી રવાના કરવામાં આવેલ. પ્રાથમિક તપાસમાં રાજી હૈદર તથા અવતારસિંહ ઉર્ફે સન્ની નાઓનું નામ ખૂલવા પામેલ. જે અન્વયે દિલ્હી ખાતે 1૫€3 દિલ્હી ઓપરેશનની ટીમ સાથે રહી એ.ટી.એસ. એ સર્ચ ઓપરેશન કરી આરોપીઓ

  1. રાજી હૈદર સ/ઓ અમાનત અલી ઝેદી, રહે. સી – ૨૪/૫ જામીયાનગર, ઓખલા વિહાર, સાઉથ દિલ્હી,
  2. ઇમરાન સ/ઓ મહમ્મદ આમીર, રહે. ૧૪૧૪/બી મુજફ્ફરનગર સાઉથ, ઉત્તર પ્રદેશ,
  3. અવતારસિંહ ઉર્ફે સન્ની સ/ઓ કુલદીપસિંહ, રહે. સી – ૨૧/૧ જામીયાનગર, ઓખલા વિહાર, સાઉથ દિલ્હી,
  4. અબ્દુલ રાબ અબ્દુલ ખાલીક કાકડ મુળ રહે. કંધાર, અફઘાનીસ્તાન, હાલ રહે. બી/૧૫૫, લાજપતનગર, નવી દિલ્હી વાળાઓને રાઉન્ડઅપ કરેલ છે.

અને આ વખતે હૈદર રાજીના કબજામાંથી તેમજ મુજફ્ફરનગર ખાતે તેની ફેક્ટરીમાંથી પણ નાર્કોટીક્સ ડ્રગ્સ ૩૫ કિલો જેટલું મળેલ છે જે અંગે NCB દિલ્હી દ્વારા FIR રજીસ્ટર કરી આગળની તપાસ NCB દ્વારા ચાલુ કરવામાં આવેલ.

આ પણ વાંચો..Technical testing of 5G trial service: DoT દ્વારા ગુજરાતમાં ગ્રામીણ 5G ટ્રાયલ સેવાઓનું ટેક્નિકલ પરીક્ષણ કરવામાં આવ્યું- વાંચો વિગત

આ કામે પકડાયેલ આરોપી રાજી હૈદરની એ.ટી.એસ. તથા NCB દ્વારા સંયુક્ત પૂછપરછમાં મળેલ માહિતી આધારે NCB દિલ્હી દ્વારા બીજો ૫૦ કિલો હેરોઇનનો જથ્થો જામિયાનગર, શાહીન બાગ ખાતેથી પકડી પાડવામાં આવેલ(50kg of heroin seized from Shahin Bagh) તથા સાથોસાથ રોકડા રૂ. ૩૦ લાખ જપ્ત કરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે આ હેરોઇન અફઘાનીસ્તાનથી મંગાવવામાં આવેલ હતું. તથા જપ્ત થયેલ રોકડ હવાલા મારફતે મેળવેલાનું જણાય છે.

વધુમાં, તાજેતરમાં ભારતીય કસ્ટમ્સ દ્વારા અટારી ચેકપોસ્ટ પરથી અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવતા જેઠીમધ (મૂલેઠી)ના કન્સાઈનમેન્ટમાં છુપાયેલ ૧૦૨ કિલો હેરોઈન જપ્ત કરેલ હતું જેમાં પણ આ પકડાયેલ રાજી હૈદર શક્મંદ હોવાનું જણાય છે.

તથા છેલ્લા ૪-૫ દિવસમાં એ.ટી.એસ. અને ઝરા ને ઇરાનથી પીપાવાવ આવેલ એક યાર્નના કંટેઇનરમાં ઓપીયમ તથા ઓપીયમ ડેરીવેટીવ્ઝ હોવાની બાતમી મળેલ જે આધારે, એ.ટી.એસ. તથા 00 ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આજ રોજ પીપાવાવ ખાતે એક કન્ટેઇનરમાંથી ૩૯૫ કિલો યાર્ન વચ્ચેથી ઓપીયમ ડેરીવેટી૧ઝ મળી આવેલ છે. જેની તપાસ 0 દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

વધુમાં, આંતરરાષ્ટ્રીય ડગ સિંડીકેટ દ્વારા ચાલતા આ નશીલા પદાર્થોની હેરાફેરી ના ગુજરાત રૂટ ને સંપૂર્ણપણે બંધ કરવા ગુજરાત એ.ટી.એસ. તથા ગુજરાત પોલીસની ટીમ તથા રાજ્ય અને કૅંદ્રની અન્ય સુરક્ષા એજેન્સીઓ પ્રતિબધ્ધ અને કાર્યરત છે.

Gujarati banner 01