99 Voting in presidential election

99% Voting in presidential election: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 99 ટકા મતદાન, કોરોનાને કારણે નિર્મલા સીતારમને પીપીઇ કિટ પહેરી મત આપ્યો

99% Voting in presidential election: આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નબળા સ્વાસ્થ્યને કારણે વ્હીલચેર પર મત આપવા માટે આવ્યા હતા

નવી દિલ્હી, 19 જુલાઇ: 99% Voting in presidential election: ગઇ કાલનો દિવસ દેશ માટે ખૂબ જ મહત્વનો હતો, સમગ્ર દેશવાસીઓ તથા રાજકારણીઓની નજર રાષ્ટ્રપતિની ચૂંટણી પર હતી. દેશભરના સાંસદો અને ધારાસભ્યોએ ભારતના ૧૫મા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે મતદાન કર્યું હતું. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં દ્રૌપદી મુર્મુને વધુ મત મળવાની શક્યતાઓ છે. દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે. કુલ ૯૯ ટકા મતદાન થયું હતું જ્યારે ૧૦ રાજ્યોમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન કેટલાક રાજ્યોમાં ક્રોસ વોટિંગ પણ થયું હતું. 

સાંસદોએ સંસદમાં જ્યારે ધારાસભ્યોએ વિવિધ રાજ્યોની વિધાનસભામાં મતદાન મથકે જઇને મતદાન કર્યું હતું. જેમાં કુલ ૭૭૬ સાંસદો અને ૪૦૩૩ ધારાસભ્યો સહિત ૪૮૦૯ પ્રતિનિધિઓ મતદારોની યાદીમાં સામેલ હતા. ચૂંટણી પંચે જણાવ્યંુ હતું કે કુલ ૯૯ ટકા મતદાન થયંુ હતું. કેટલાક સાંસદો અને ધારાસભ્યો માંદગી કે સારવારને કારણે મત નહોતા આપી શક્યા જેમાં ભાજપના સાંસદ સન્ની દેઓલ અને કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રેનો સમાવેશ થાય છે. સન્ની દેઓલ વિદેશમાં સ્વાસ્થ્યની સારવાર લઇ રહ્યા છે જ્યારે સંજય ધોત્રે બિમારીને કારણે આઇસીયુમાં છે. જ્યારે શિવસેનાના બે સાંસદો, બીએસપીએના એક, કોંગ્રેસના એક, સપા અને એઆઇએમઆઇએમના એક સાંસદે મત નહોતો આપ્યો.

આ પણ વાંચોઃ India Corona Case Update: દેશમાં કોરોનાના નવા ૧૬,૯૩૫ કેસ નોંધવામાં આવ્યા, છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૮૧૫નો વધારો થયો

આ દરમિયાન કેટલાક રાજ્યોમાં ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ થયું હતું. જેમાં આ ધારાસભ્યોએ પક્ષથી વિપરીત જઇને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો હતો. ઝારખંડ અને ગુજરાતમાં એનસીપીના ધારાસભ્ય, હરિયાણા અને ઓડિશામાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જ્યારે પંજાબમાં અકાળી દળના એક ધારાસભ્યએ ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં શિવપાલ યાદવે કહ્યું હતું કે હું યશવંત સિન્હાને મત નહીં આપું. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નબળા સ્વાસ્થ્યને કારણે વ્હીલચેર પર મત આપવા માટે આવ્યા હતા. જ્યારે નાણા મંત્રી નિર્મલા સિતારામનને કોરોના હોવાથી તેઓ પીપીઇ કિટ પહેરીને મત આપવા આવ્યા હતા. જ્યારે આર.કે.સિંહ પણ કોરોના થયો હોવાથી પીપીઇ કિટમાં આવ્યા હતા. 

ચૂંટણી પંચે સોમવારે કહ્યું હતું કે કુલ ૯૯ ટકા મતદાન થયું છે. જ્યારે ૧૦ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૧૦૦ ટકા મતદાન થયું છે. આ રાજ્યોમાં ગોવા, ગુજરાત, હિમાચલ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણીપુર, સિક્કિમ, તામિલનાડુ, પુડ્ડુચેરી, છત્તિસગઢનો સમાવેશ થાય છે. ૪૪ સાંસદોને રાજ્યોના હેડ ક્વાર્ટર પર મતદાનની છૂટ અપાઇ હતી. જ્યારે નવ ધારાસભ્યોને સંસદમાં મતદાન મથકે મતદાનની છૂટ આપવામાં આવી હતી. દેશભરમાં સંસદ અને વિધાનસભાઓ સહિત કુલ ૩૧ સ્થળોએ સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. હવે આ ચૂંટણીના પરીણામો ૨૧મી તારીખે જાહેર કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Bhupinder Singh Death: જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું અવસાન, મુંબઈમાં 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Gujarati banner 01