bhupinder singh

Bhupinder Singh Death: જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું અવસાન, મુંબઈમાં 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Bhupinder Singh Death: ડોક્ટરે કહ્યું કે ભૂપિન્દરને 10 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

મુંબઇ, 19 જુલાઇઃBhupinder Singh Death: જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું સોમવારે લાંબી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ 82 વર્ષના હતા. ભૂપિન્દરની પત્ની મિતાલીએ જણાવ્યું કે તેમનું સોમવારે અવસાન થયું છે અને અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. તેમને પેટને લગતી બીમારી હતી.

ક્રિટિકેયર એશિયા હોસ્પિટલના ડિરેક્ટર ડૉ.દીપક નાનજોશીએ કહ્યું કે ભૂપિન્દરને 10 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. આ સમય દરમિયાન તેમને કોરોના પણ થઈ ગયો હતો. સોમવારે સવારે તેમની તબિયત બગડી ગઈ હતી અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો હતો અને સાંજે 7:45 વાગે તેમનું અવસાન થયું હતું.

આ પણ વાંચોઃ Nail Biting: શું તમને કે તમારા બાળકને નખ ચાવવાની ટેવ છે? તો આદત છોડાવવામાં મદદ કરશે આ પદ્ધતિઓ

તેમના પિતા સંગીતકાર હતાભૂપિન્દર સિંહનો જન્મ પંજાબ પ્રાંતના પટિયાલા રિયાસતમાં 8 એપ્રિલ,1939ના રોજ થયો હતો. તેમના પિતા પ્રોફેસર નત્થા સિંહ પંજાબી શીખ હતા. તેઓ ખૂબ જ સારા સંગીતકાર હતા.પિતાના કડક સ્વભાવને જોતા શરૂઆતના સમયમાં ભૂપિન્દરને સંગીત પ્રત્યે નફરત થઈ ગઈ હતી. એક સમય એવો પણ હતો કે જ્યારે ભૂપિન્દરને સંગીત બિલકુલ પસંદ ન હતું.

સંગીતકાર મદન મોહને મુંબઈ બોલાવેલાથોડા સમય બાદ તેમને સંગીત પ્રત્યે રસ જાગ્યો અને સારી ગઝલો ગાવા લાગ્યા. સૌથી પહેલા તેમની ગઝલ આકાશવાણીમાં રજૂ થયેલી, ત્યારબાદ તેમણે દિલ્હીના દુરદર્શનમાં તક મળી. વર્ષ 1968માં સંગીતકાર મદન મોહને ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના કાર્યક્રમને સાંભળી તેમને મુંબઈ બોલાવી લીધા હતા.

આ પણ વાંચોઃ Money Plant Myth: શું ખરેખર ચોરી કરેલ મનીપ્લાન્ટ લગાવવાથી થાય છે ધનવર્ષા? વાંચો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Gujarati banner 01