Crypto will not be legalized

Global cooperation needed to regulate ban crypto: ક્રિપ્ટોને લઇ નાણાંમંત્રીનું નિવેદન, કહ્યું- રિઝર્વ બેન્ક ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ અંગે મક્કમ છે, વાંચો સંપૂર્ણ વિગત

Global cooperation needed to regulate ban crypto: એક તરફ આરબીઆઈ ક્રિપ્ટોકરન્સીઝને જોખમી એસેટસ ગણાવી તેમાં વેપાર કરવાથી દૂર રહેવા ખેલાડીઓને સલાહ આપી રહી છે જ્યારે  બીજી બાજુ તેના પર ટેકસ વસૂલી સરકારે તેને આવકનું સાધન બનાવી દીધી

બિઝનેસ ડેસ્ક, 19 જુલાઇઃGlobal cooperation needed to regulate ban crypto: વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ ફરી વધી એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. વધી રહેલા ફુગાવા તથા ઈક્વિટીઝ બજારોમાં પ્રવાહી સ્થિતિને કારણે વર્તમાન વર્ષમાં ક્રિપ્ટો માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. તેવામાં

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ક્રિપ્ટો પર પ્રતિબંધના રેગ્યુલેશન માટે વૈશ્વિક સહયોગ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે રિઝર્વ બેન્ક ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ અંગે મક્કમ છે.

દેશમાં ક્રિપ્ટોકરન્સીઝના વેપારને લઈને સરકાર તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વચ્ચે એકમતનો અભાવ જણાય રહ્યો છે, જેને લઈને  ક્રિપ્ટોના ખેલાડીઓ પણ અસમંજસની સ્થિતિ ધરાવે છે. એક તરફ આરબીઆઈ ક્રિપ્ટોકરન્સીઝને જોખમી એસેટસ ગણાવી તેમાં વેપાર કરવાથી દૂર રહેવા ખેલાડીઓને સલાહ આપી રહી છે જ્યારે  બીજી બાજુ તેના પર ટેકસ વસૂલી સરકારે તેને આવકનું સાધન બનાવી દીધી છે. ઈક્વિટીઝ બજારમાં સુધારા સાથે ક્રિપ્ટોકરન્સીઝમાં પણ તેજી જોવા મળી છે. બિટકોઈને ફરી ૨૨૦૦૦ ડોલરની સપાટી હાંસલ કરી છે. ક્રિપ્ટો કરન્સીઝની માર્કેટ કેપ પણ એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. 

ભારતમાં ક્રિપ્ટોકરન્સીઝ પર દેખરેખ રાખવા કોઈ નિયમનકારી સંસ્થા નથી અને તેને કાનૂની સ્વરૂપ પણ અપાયું નથી ત્યારે બીજી બાજુ તેના વેપાર પર ટેકસ વસૂલીને સરકાર તેને કાનૂની દરજ્જો આપી રહી હોવાનું જણાય છે, એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ 99% Voting in presidential election: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 99 ટકા મતદાન, કોરોનાને કારણે નિર્મલા સીતારમને પીપીઇ કિટ પહેરી મત આપ્યો

ક્રિપ્ટો વેપાર સંદર્ભમાં સરકાર કોઈ સ્પષ્ટ નીતિ ધરાવતી નથી. ક્રિપ્ટોના વેપાર પર થતા લાભ અને તેના સોર્સ પર સરકાર ટેકસ વસૂલે છે. 

જ્યારે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ ક્રિપ્ટોકરન્સીઝ જોખમી હોવાનું જણાવી તેના પર પ્રતિબંધ મૂકવા માગણી કરી રહ્યા છે. આમ સરકારની આ બેવડી નીતિ જણાય છે, એમ ક્રિપ્ટોમાં વેપાર કરતા એક ખેલાડીએ જણાવ્યું હતું.

રિઝર્વ  બેન્ક જ્યારે કોઈ કરન્સીઝને જોખમી ગણાવી રહી છે, ત્યારે સરકાર તેના વેપાર પર ટેકસ કઈ રીતે વસૂલી શકે તેવો પણ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. 

ક્રિપ્ટો કરન્સીઝ સંબંધિત કોઈપણ વ્યવહાર કરવાથી ભારતની બેન્કોને અટકાવતા રિઝર્વ બેન્કના  પરિપત્રકને સુપ્રીમ કોર્ટે રદ કર્યા બાદ રિઝર્વ બેન્ક આ મુદ્દે ખાસ કંઈ કરી શકતી નથી. 

દરમિયાન ઈક્વિટીઝ માર્કેટમાં સુધારાને પગલે ક્રિપ્ટોકરન્સીઝમાં પણ તેજી જોવા મળી રહી છે. મુખ્ય ક્રિપ્ટો કરન્સીઝ બિટકોઈને સોમવારે ફરી ૨૨૦૦૦ ડોલરની સપાટી દર્શાવી હતી. મોડી સાંજે ૨૨૨૦૦ ડોલરનો ભાવ બોલાતો હતો.  છેલ્લા ચોવીસ કલાકમાં એથરમનો ભાવ સાત ટકા જેટલો વધી ૧૪૫૦ ડોલરને પાર કરી ગયો હતો. 

આ પણ વાંચોઃ India Corona Case Update: દેશમાં કોરોનાના નવા ૧૬,૯૩૫ કેસ નોંધવામાં આવ્યા, છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૮૧૫નો વધારો થયો

Gujarati banner 01