India Corona Case Update: દેશમાં કોરોનાના નવા ૧૬,૯૩૫ કેસ નોંધવામાં આવ્યા, છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૮૧૫નો વધારો થયો

India Corona Case Update: બીજી તરફ ૧૬૧ દિવસ પછી પ્રથમ વખત દૈનિક પોઝિટીવ રેટ ૬ ટકાથી વધારે નોંધવામાં આવ્યું

નવી દિલ્હી, 19 જુલાઇ: India Corona Case Update: દેશમાં કોરોનાના નવા ૧૬,૯૩૫ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૭,૬૭,૫૩૪ થઇ ગઇ છે. બીજી તરફ ૧૬૧ દિવસ પછી પ્રથમ વખત દૈનિક પોઝિટીવ રેટ ૬ ટકાથી વધારે નોંધવામાં આવ્યું છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧,૪૪,૨૬૪ થઇ ગઇ છે. વધુ ૫૧ લોકોનાં મોત થતાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૫,૭૬૦ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૮૧૫નો વધારો થયો હતો.

આ પણ વાંચોઃ Bhupinder Singh Death: જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું અવસાન, મુંબઈમાં 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૬.૪૮ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૪.૫૮ ટકા નોંધવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૬૧,૪૭૦ કેસ નોંધવામાં આવ્યા છે. 

આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮૬.૯૬ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નોૅંધાયેલા ૫૧ નવા મોત પૈકી કેરળમાં ૨૯, પશ્ચિમ બંગાળમાં પાંચ, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ત્રણ-ત્રણ, છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ અને તમિલનાડુમાં એક-એક મોત નોંધવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ Nail Biting: શું તમને કે તમારા બાળકને નખ ચાવવાની ટેવ છે? તો આદત છોડાવવામાં મદદ કરશે આ પદ્ધતિઓ

Gujarati banner 01