Archana patil Join BJP

Archana patil Join BJP: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ ભાજપમાં જોડાયા- વાંચો વિગત

Archana patil Join BJP: મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અર્ચના પાટિલ ચાકુરકર ભાજપમાં જોડાયા

whatsapp banner

મુંબઇ, 30 માર્ચઃ Archana patil Join BJP: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અર્ચના પાટિલ ચાકુરકર ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાઈ રહી છે. તેમણે જ ભાજપ અને અર્ચાના વચ્ચે મધ્યસ્થતા કરી હોવાનું મનાય છે.

આ પણ વાંચોઃ Delhi Excise Policy: કેજરીવાલ બાદ દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં વધુ એક મંત્રીને પૂછપરછ માટે EDએ સમન્સ મોકલ્યુ-વાંચો વિગત

આ પણ વાંચોઃ Bharat Ratna Awards: આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે પૂર્વ વડાપ્રધાન સહિત 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરાયા- જુઓ વીડિયો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો