Delhi Excise Policy: કેજરીવાલ બાદ દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં વધુ એક મંત્રીને પૂછપરછ માટે EDએ સમન્સ મોકલ્યુ-વાંચો વિગત
Delhi Excise Policy: આજે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
નવી દિલ્હી, 30 માર્ચઃ Delhi Excise Policy: દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. આજે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
Enforcement Directorate has issued summons to Delhi Minister Kailash Gahlot for questioning today, in the ongoing investigation in money laundering case linked to Delhi excise policy: Sources
— ANI (@ANI) March 30, 2024
(File photo) pic.twitter.com/FbXC7zwvAx
ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યા છે. તેમના પર દિલ્હીની નવી દારુ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ છે. આ ઉપરાંત, AAP નેતા પર દક્ષિણના લીકરના વેપારી વિજય નાયરને તેમનું સરકારી આવાસ આપવાનો પણ આરોપ છે.