bharat ratna awards

Bharat Ratna Awards: આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે પૂર્વ વડાપ્રધાન સહિત 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરાયા- જુઓ વીડિયો

Bharat Ratna Awards: આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને (મરણોત્તર) ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો

whatsapp banner

નવી દિલ્હી, 30 માર્ચઃBharat Ratna Awards: આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે પૂર્વ વડાપ્રધાન સહિત 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પાંચ વિભૂતિયોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને (મરણોત્તર) ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘ભારત રત્ન’ સન્માન સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ આવતીકાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ્થાને જઈને ભારત રત્ન એનાયત કરશે.

આ પણ વાંચોઃ Raj Shekhawat Resigned From BJP: પરસોતમ રૂપાલાએ માફી માંગ્યા બાદ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યુ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Gujarat man shot dead in Zambia: ભરૂચના જંબુસરના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો