Babul Supriyo

Babul Supriyo: બાબૂલ સુપ્રિયોએ સાંસદ પદેથી રાજીનામું આપી, TMC પાર્ટીમાં જોડાયા

Babul Supriyo: ભાજપ છોડી ટીએમસીમાં શામેલ થયેલા બાબુલ સુપ્રીયોએ મંગળવારે સાંસદ પદેથી રાજીનામું આપી દીધું

નવી દિલ્હી, 19 ઓક્ટોબરઃ Babul Supriyo: હાલમાં જ ભાજપ છોડી ટીએમસીમાં શામેલ થયેલા બાબુલ સુપ્રીયોએ મંગળવારે સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે બાબૂલ સુપ્રિયોએ દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેણે પોતાનું રાજીનામું ઓમ બિડલાને સોંપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બાબૂલ સુપ્રિયો આસનસોલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. પણ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાઈડલાઈન થતાં અને પછી કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરતા નારાજ બાબૂલ સુપ્રિયોએ ભાજપ છોડી ટીએમસીમાં જોડાઈ ગયા હતા.

સાંસદ પદેથી રાજીનામું આપ્યા બાદ બાબૂલ સુપ્રિયોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, મારુ હ્દય ભરાઈ ગયું છે, કારણ કે, મેં મારા રાજકીય જીવનની શરૂઆત ભાજપ સાથે કરી હતી. આ દરમિયાન જેપી નડ્ડા, અમિત શાહ અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે, પીએમ મોદી અને અમિત શાહે મારા પર વિશ્વાસ મુક્યો એ બદલ તેમનો આભારી છું. મેં મનથી જ રાજનીતિ છોડી દીધી હતી. મેં વિચાર્યુ કે, જ્યારે પાર્ટીમાં મારા માટે જગ્યા જ નથી, તો મારે મારા માટે સીટ રાખવી જોઈએ નહીં.

આ પણ વાંચોઃ zoya akhtar married: ઝોયા અખ્તરે 49 વર્ષની વયે છાનામાના આ વ્યક્તિ સાથે લગ્ન કર્યાની અટકળો

Whatsapp Join Banner Guj